Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકદરબાર:વ્યાજખોરો સામે મૌન રહેનાર પોલીસે લોકદરબાર યોજ્યો, ભોગ બનનારનો આક્રોશ ફાટ્યો, એક સામે ગુનો નોંધાયો

    6 days ago

    રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી અગાઉ અનેક પરિવારના માળા પિંખાયા છે, વ્યાજ મામલે હત્યા પણ થઈ છે. પોલીસ ગુનો નોંધવાને બદલે અરજી વ્યાજખોરોને પોષી રહ્યાની ફરિયાદો ઊઠી હતી. શહેર પોલીસે મંગળવારે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે લોકદરબાર યોજ્યો હતો. જેમાં 20 અરજદારો સહિત 700 લોકો હાજર રહ્યા હતા. પીડિતોએ પોલીસની કામગીરી સામે સવાલો ઊઠાવ્યા હતા. અંતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર બ્રઝેશકુમાર ઝાએ લોકોને અધિકૃત બેંક કે સહકારી મંડળી સિવાય લોન નહીં લેવા અપીલ કરી હતી. સ્થળ પર લોનમેળો પણ યોજ્યો હતો. પીઆઈએ મારી ફરિયાદ 56 દિવસે શું કામ લીધી? જો ન્યાય નહીં મળે તો હું પરિવાર સાથે પાકિસ્તાન જતો રહીશ : વ્યાજખોરીનો ભોગ બનનાર લોકદરબારમાં જગાભાઈ ઝાપડિયાએ આક્ષેપ કર્યો હતો કે, હું લોધિડા ગામમાં રહું છું. વર્ષ 2014માં રવેચી ફાઈનાન્સવાળા પ્રકાશ પ્રભાતભાઈ ચાવડા પાસે પોતાની લોધિડા ગામે આવેલી 30 વીઘા જમીન ગીરવે મૂકીને રૂ.30 લાખ 3 ટકા બાદ 5 ટકા વ્યાજે લીધા હતા. જગાભાઈના ભાણેજ વિનોદ જસમત ચૌહાણે આર્થિક જરૂરિયાત હોવાનું કહી જગાભાઈ પાસેથી 30 લાખ માગી બદલામાં પોતાનો લોહાનગરનો પ્લોટ અને ઓફિસ આપવાનો વાયદો કર્યો હતો. વ્યાજખોરોથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરનાર જગાભાઈ આજી ડેમ પોલીસ મથકે પહોંચ્યા હતા. જગાભાઈએ આજી ડેમ પોલીસ મથકના પી.આઈ. એ.બી. જાડેજા વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પીઆઈ જાડેજાએ તેની ફરિયાદ 56 દિવસ સુધી ન લઇ આરોપીને કોર્ટમાંથી સ્ટે મેળવવા મદદ કરી હતી. હવે જો ન્યાય નહિ મળે તો હું ગુજરાત છોડી અન્ય રાજ્યમાં જઈશ અંતેય જો મારો ઉદ્ધાર નહીં થાય તો હું પરિવાર સાથે પાકિસ્તાન જવા પણ તૈયાર છું. ગુનો નોંધવાને બદલે પોલીસે કહ્યું, ‘માતાજી ઉપર ભરોસો રાખ, તારી વસ્તુ આવી જશે’ પ્રમોદભાઈ નારણભાઈ ખાખરિયા(ઉં.વ.41)એ જણાવ્યું કે, પોતે હિરેન પૂજારા પાસેથી રૂ.3 લાખ 4 ટકા વ્યાજે લીધા હતા. 11 તોલા સોનું ગીરવે મૂકી 36 મહિના સુધી દર મહિનાનું 18 હજાર વ્યાજ ચૂકવ્યું, છતાં હિરેને સોનું પરત ન આપતા એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવા ધક્કા ખાધા અંતે ફિનાઈલ પીવાની નોબત આવી હતી. પીએસઆઈએ તેની ફરિયાદ લેવાને બદલે અરજદારને કહ્યું, માતાજી ઉપર ભરોસો રાખ, તારું સોનું આવી જશે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:‘દૂધમાં ભેળસેળનો ખેલ’, રાધે કૃષ્ણા ડેરીનું દૂધ ફેલ
    Next Article
    સિટી એન્કર:રાજકોટ સહિતના જિલ્લામાં 30 હજાર બાળકોનું સ્ક્રીનિંગ, 22%ને ચશ્માની જરૂર, રૂરલમાં 21% અને શહેરમાં 24% રેશિયો જોવા મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment