Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:‘દૂધમાં ભેળસેળનો ખેલ’, રાધે કૃષ્ણા ડેરીનું દૂધ ફેલ

    6 days ago

    રાજકોટ શહેરમાં દૂધની ગુણવત્તા અંગે ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં મવડી બાયપાસ રોડ સ્થિત “શ્રી રાધે કૃષ્ણા ડેરી ફાર્મ”નું લૂઝ ફુલ ક્રીમ દૂધ “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયું છે. લેબોરેટરીમાં થયેલા પૃથક્કરણ રિપોર્ટમાં દૂધમાં “ફોરેન ફેટ” (વિદેશી ચરબી)ની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાનું બહાર આવતા આ નમૂનાને ફેલ જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે હવે એજ્યુડિકેશન કાર્યવાહી શરૂ થવાની છે, જે ડેરી સંચાલકો માટે ગંભીર ચેતવણી સમાન છે. ફૂડ વિભાગની ટીમે FSW વાન સાથે સાધુ વાસવાણી મેઇન રોડ અને યુનિવર્સિટી રોડ વિસ્તારમાં સઘન ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું. જેમાં કુલ 23 ખાદ્ય ધંધાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 3 વેપારીઓ પાસે જરૂરી લાઇસન્સ ન હોવાને કારણે તેમને તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી. ચકાસણી દરમિયાન કુલ 20 ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં પાણીપૂરી સ્ટોલથી લઈને ડેરી, ફરસાણ, કોલ્ડડ્રિંક્સ અને સુપરમાર્કેટ સુધીના વેપારીઓનો સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ શહેરના વાવડી અને રૈયા વિસ્તારોમાંથી વધુ 3 લૂઝ દૂધના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આપઘાતનો પ્રયાસ:અભ્યાસના બોજે રાજકોટમાં ભણતા નર્સિંગ વિદ્યાર્થીએ એસિડ ગટગટાવ્યું
    Next Article
    લોકદરબાર:વ્યાજખોરો સામે મૌન રહેનાર પોલીસે લોકદરબાર યોજ્યો, ભોગ બનનારનો આક્રોશ ફાટ્યો, એક સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment