Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાતનો પ્રયાસ:અભ્યાસના બોજે રાજકોટમાં ભણતા નર્સિંગ વિદ્યાર્થીએ એસિડ ગટગટાવ્યું

    6 days ago

    રાજકોટમાં અભ્યાસના વધતા દબાણે એક વધુ યુવાનને આપઘાતના માર્ગે ધકેલી દીધો છે. શહેરની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થીએ અભ્યાસના ભાર હેઠળ એસિડ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલ વિદ્યાર્થી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માહિતી મુજબ, વિદ્યાર્થી વાંકાનેર તાલુકાના સતાપર ગામે પોતાના ઘરે હતો ત્યારે બપોરે અઢી વાગ્યાની આસપાસ આ પગલું ભર્યું હતું. પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી રાજકોટના જામનગર રોડ પર આવેલી આનંદ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અભ્યાસના દબાણ અને માનસિક તણાવને કારણે તેણે આ જીવલેણ નિર્ણય લીધો હતો. ખાસ કરીને, પોતાના માતા-પિતાનો એકમાત્ર દીકરો હોવાને કારણે પરિવાર પર આ ઘટના ભારે આઘાતરૂપ બની છે. ‘સ્ટુડન્ટ સ્ટ્રેસ સાયરન’ સતત ચિંતા કે નિરાશા એકલતા અને ઉદાસીનતા ઊંઘ અને ભૂખમાં બદલાવ અભ્યાસ પ્રત્યે ભય કે તણાવ ચિંતાજનક પરિસ્થિતિ: બે સપ્તાહમાં અડધો ડઝન બનાવ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસના દબાણને કારણે આપઘાત અથવા આપઘાતના પ્રયાસોની અડધો ડઝન જેટલી ઘટનાઓ સામે આવી છે. આ વધતી ઘટનાઓ એ સ્પષ્ટ કરે છે કે, સ્પર્ધા અને અપેક્ષાઓના ભાર હેઠળ યુવાનોમાં માનસિક તણાવ ખતરનાક સ્તરે પહોંચી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઊનાળામાં 1500 કિલો લાકડા માંડ વપરાતા હાલ દૈનિક 10,000 કિલોએ પહોંચી ગયા
    Next Article
    કામગીરી:‘દૂધમાં ભેળસેળનો ખેલ’, રાધે કૃષ્ણા ડેરીનું દૂધ ફેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment