Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઊનાળામાં 1500 કિલો લાકડા માંડ વપરાતા હાલ દૈનિક 10,000 કિલોએ પહોંચી ગયા

    6 days ago

    અત્યારે વિશ્વ સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈંધણના પુરવઠા પર માઠી અસર પડી છે. ગેસના બાટલાની ભારે અછત સર્જાતા ગૃહિણીઓ અને ધંધાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. આ પરિસ્થિતિમાં જૂનાગઢવાસીઓએ જૂના જમાનાના બળતણનો સહારો લીધો છે. શહેરમાં અત્યારે લાકડાનો વેપાર રોકેટ ગતિએ વધી રહ્યો છે. દરરોજ અંદાજે 10 ટન (10,000 કિલો) લાકડાનું વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે ઉનાળામાં લાકડાની માંગ નહિવત હોય છે, પરંતુ આ વર્ષે ઉલટી ગંગા વહી રહી છે. જીઆઈડીસીના કારખાનાઓ અને મોટી રેસ્ટોરન્ટના માલિકો લાકડાનો મોટો સ્ટોક કરી રહ્યા છે. જેવો માલ સો-મિલ પર આવે છે કે તરત જ ગ્રાહકો તેને ઉપાડી જાય છે. લોકોમાં ફાળ છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો ગેસ મળવો મુશ્કેલ બનશે, તેથી અત્યારથી જ લાકડાનો સંગ્રહ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગેસની અછતનો ફાયદો હવે પશુપાલકો અને છાણા વેચતા પરિવારોને પણ મળી રહ્યો છે. ગાંધીગ્રામ અને ગિરનાર દરવાજા વિસ્તારમાં છાણાનો વેપાર કરતા પરિવારો જણાવે છે કે અત્યારે એક છાણું 3 રૂપિયા લેખે વેચાઈ રહ્યું છે. ગેસના બાટલા ન મળતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો હવે ફરી છૂલા સળગાવવા મજબૂર બન્યા છે, પરિણામે છાણાની માંગમાં પણ તોતિંગ વધારો થયો છે. મજેવડી ગેટ પાસે આવેલી આશાપુરા અને શિવ શક્તિ તેમજ સુખનાથ ચોકની ચામુંડા અને ઉષા સો-મિલ અત્યારે વ્યસ્તતાના શિખરે છે. એક સમયે જૂનાગઢમાં 16 સો-મિલ ધમધમતી હતી, જે ગેસના વપરાશને કારણે ઘટીને માત્ર 4 રહી ગઈ હતી. "બાટલાની અછતથી વર્ષો પછી ગ્રાહકો લાકડા લેવા માટે લાઈનો લગાવી રહ્યા છેએમ સો મિલના માલિક કિર્તીભાઈ પટેલે જણાવ્યુ હતું.
    Click here to Read More
    Previous Article
    તંત્રમાં સંકલનનો અભાવ:જિલ્લામાં વસ્તીગણતરીની કામગીરી બાબતે બે લેટર થયા, બંનેમાં અલગ-અલગ વિષય
    Next Article
    આપઘાતનો પ્રયાસ:અભ્યાસના બોજે રાજકોટમાં ભણતા નર્સિંગ વિદ્યાર્થીએ એસિડ ગટગટાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment