Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રમાં સંકલનનો અભાવ:જિલ્લામાં વસ્તીગણતરીની કામગીરી બાબતે બે લેટર થયા, બંનેમાં અલગ-અલગ વિષય

    6 days ago

    જૂનાગઢ જિલ્લામાં બે તબક્કામાં વસ્તીગ ણતરીની કામગીરી થનાર છે. જેમાં પ્રથમ તબક્કાની કામગીરી તારીખ 20 એપ્રિલથી 19 મે સુધી થવાની છે. આ કામગીરી કઇ રીતે કરવી, આ વખતે શું-શું નવુ છે, એપ્લિકેશન વિગત કઇ રીતે લખવી સહિતની બાબતે ફિલ્ડ ટેનર્સ, ચાર્જ ઓફીસર સહિતનાઓને થોડા દિવસ પૂર્વે તાલીમ પણ આપવામાં આવી છે. પરંતુ વસ્તીગ ણતરીના કામગીરીમાં ફાળવણી બાબતે મહાનગર પાલિકા અને ચુંટણી શાખામાંથી તાજેતરમાં જ લેટરો થયા છે. જે બંને લેટરમાં વિસંગતતા ઉભી થઇ છે. જેમાં મનપા સીટી સેન્સસ ઓ ફીસરે લેટરમાં વસતી ગણતરી બાબતે સુપરવાઇઝર અને ગણતરી કારોની નિમણૂક કરી છે. આમાં બીએલઓની પણ નિમણુક કરવામાં આવી છે. આ લેટરના ચાર દિવસ પછી મતદાર નોંધણી અધિકારીએ લેટરમાં જણાવ્યુ કે, બીએલઓ મતદારયાદી અંગેની કામગીરીમાં રોકાયેલા હોવાથી વસ્તીગ ણતરીની કામમાંથી બીએલઓને મુક્તિ આપવાની રહેશે. આ લેટર થયા પછી પણ સીટી સેન્સસ ઓફીસરે કોઇપણ બીએલઓને વસ્તીગ ણતરીની કામગીરીમાં મુક્તિ ન આપતા બીએલઓમાં રોષ ભભૂક્યો છે. આમ, વસ્તીગ ણતરીની જિલ્લામાં એક જ કામગીરી બાબતે બે અલગ-અલગ વિષય પર લેટર થતા તંત્રમાં પણ સંકલનનો અભાવ છે કે શું ? સહિતના પ્રશ્નો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાનુ બંધ:પેટ્રોલપંપમાં ઓનલાઇન પેમેન્ટ બંધ, રૂ. 100,200માં જ પેટ્રોલ પૂરાવી શકાશે
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઊનાળામાં 1500 કિલો લાકડા માંડ વપરાતા હાલ દૈનિક 10,000 કિલોએ પહોંચી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment