Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:રાજકોટ સહિતના જિલ્લામાં 30 હજાર બાળકોનું સ્ક્રીનિંગ, 22%ને ચશ્માની જરૂર, રૂરલમાં 21% અને શહેરમાં 24% રેશિયો જોવા મળ્યો

    6 days ago

    રાજકોટ જિલ્લામાં પ્રોજેક્ટ દૃષ્ટિ અંતર્ગત ચશ્મા વિતરણ સમારોહ યોજાયો. આ પ્રોજેક્ટ HDFC બેંક તથા ભારત કેયર્સના સહયોગથી નિરામય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા દ્વારા રાજકોટ જિલ્લામાં 34 શાળાઓમાં 10,015 બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જેમાંથી 2,240 બાળકોને ચશ્માની જરૂરિયાત ઓળખાઈ હતી. આ તકે શાળાઓના આચાર્યો ઉપસ્થિત રહ્યા અને તેમની શાળાઓના વિદ્યાર્થી માટે ચશ્માનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા રાજકોટ, મોરબી, જામનગરના 30,000 બાળકોનું સ્ક્રીનિંગ કર્યું હતું. જેમાં રાજકોટ શહેરના 3879 અને રૂરલના 6136 એમ 10,015 બાળકોનું સ્ક્રીનિંગ કર્યું. જેમાં રૂરલ વિસ્તારમાં 21% અને શહેરમાં 24%નો રેશિયો જોવા મળ્યો. આ તકે તેમ કહી શકાય કે 100માંથી 22% બાળકોને ચશ્માની જરૂર દેખાઇ. કાર્યક્રમમાં સૌથી નાની ઉંમરની વિદ્યાર્થી જે કે.જી.માં અભ્યાસ કરે તેવી અને 6 વર્ષના વિદ્યાર્થીને બન્ને આંખમાં 5-5 નંબર નોંધાયા જે સૌથી વધુ હતા. પ્રોજેક્ટ દૃષ્ટિ હેઠળ રાજકોટ જિલ્લાની 34 શાળામાં ઓટો રિફ્રેક્ટોમીટર દ્વારા વિદ્યાર્થીઓનું દૃષ્ટિ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ, નિરામય ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અપૂર્વ રત્નુ, ટ્રસ્ટી ડૉ.ઇમરાન મલેક તથા સિનિયર પ્રોગ્રામ ઓફિસર ડો.ગૌરવ શુક્લ અને મોરબીથી અશ્વિન નકુમ ઉપસ્થિત રહ્યા હતા. ‘મારા પુત્રને 5 નંબર નોંધાયા, રોજ 6 કલાકથી પણ વધુ ટી.વી., મોબાઇલ જોવે છે, હવે તમે ચેતી જજો’ મારો પુત્ર હાર્દિક સિહોરા 6 વર્ષનો છે. તેને બન્ને આંખમાં 5-5 નંબર નોંધાયા. આ જાણ અમને પણ નહોતી અને નથી દેખાતું તેવી ક્યારેય ફરિયાદ કરી ન હતી. તે ઘરે 6 કલાકથી પણ વધુ સમય ટી.વી. અને મોબાઈલ જોતો. હું તમામ વાલીઓને કહીશ કે, બાળકોને મોબાઇલ, ટીવી, સ્ક્રીન ટાઇમ ઓછો કરાવવો જોઇએ. > પાયલબેન સિહોરા, વાલી 2,240 બાળકોમાંથી 150ને 3થી વધુ નંબર નોંધાયા વર્ષ 2018થી નોકરી મૂકી સંસ્થા શરૂ કરી અને સેવાકાર્ય કરવાનું નક્કી કર્યું. જેમાં ચશ્મા અંગે બાળકોનું સ્ક્રીનિંગ કરવાનું પ્રથમવાર કાર્ય કર્યું. ટીવી અને મોબાઈલને કારણે 2,240 બાળકોમાંથી 150 એવા હતા કે તેને 3થી વધુ નંબર નોંધાયા. > ડૉ.અપૂર્વ રત્નુ, મેનેજિંગ ટ્રસ્ટી
    Click here to Read More
    Previous Article
    લોકદરબાર:વ્યાજખોરો સામે મૌન રહેનાર પોલીસે લોકદરબાર યોજ્યો, ભોગ બનનારનો આક્રોશ ફાટ્યો, એક સામે ગુનો નોંધાયો
    Next Article
    લોકોમાં ભયનો માહોલ ફેલાયો:રાજકોટમાં છ વર્ષ બાદ 3.2ની તીવ્રતાનો ભૂકંપ, શહેરથી માત્ર 7 કિ.મી. દૂર મવડી પાસે કેન્દ્રબિંદુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment