Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોમાં ભયનો માહોલ ફેલાયો:રાજકોટમાં છ વર્ષ બાદ 3.2ની તીવ્રતાનો ભૂકંપ, શહેરથી માત્ર 7 કિ.મી. દૂર મવડી પાસે કેન્દ્રબિંદુ

    5 days ago

    રાજકોટ શહેર અને આસપાસના પંથકમાં મંગળવારે સાંજના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા આ ભૂકંપની પુષ્ટિ કરી છે અને તેમના દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા મુજબ, રાજકોટમાં મંગળવારે સાંજે 5 કલાક અને 41 મિનિટે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. મવડી પાસે જમીનથી 15 કિ.મી.ની ઊંડાઈએ હિલચાલ થઈ હતી. શહેરમાં છેલ્લે 16 જુલાઇ, 2020ના રોજ 4.8ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. શહેરના મોટાભાગના લોકો કામકાજમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક આવેલી ધ્રુજારીને કારણે બહુમાળી ઇમારતોમાં રહેતા લોકો સાવચેતીના ભાગરૂપે નીચે દોડી આવ્યા હતા. ISRના રિયલ-ટાઇમ મોનિટરિંગ ડેટા મુજબ, ભૂકંપનો આંચકો બરોબર સાંજે 05:41 વાગ્યે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરની અત્યંત નજીક હોવાને કારણે રાજકોટના અનેક વિસ્તારોમાં સ્પષ્ટ ધ્રુજારી અનુભવાઈ હતી. સદનસીબે, તીવ્રતા મધ્યમ સ્તરની હોવાથી હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલહાનિના સમાચાર મળ્યા નથી. સૌરાષ્ટ્ર કચ્છમાં 24 દિવસમાં ભૂકંપના 10 આંચકા અનુભવાયા તારીખ ભૂકંપનું સ્થળ તીવ્રતા 24 માર્ચ રાજકોટ 3.2 22 માર્ચ અમરેલી 2.9 20 માર્ચ મહુવા 3.0 12 માર્ચ તાલાલા 2.5 12 માર્ચ મહુવા 3.1 07 માર્ચ ઉના 2.5 06 માર્ચ દુધઈ,કચ્છ 3.3 05 માર્ચ બોટાદ 3.4 05 માર્ચ ભચાઉ 3.4
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:રાજકોટ સહિતના જિલ્લામાં 30 હજાર બાળકોનું સ્ક્રીનિંગ, 22%ને ચશ્માની જરૂર, રૂરલમાં 21% અને શહેરમાં 24% રેશિયો જોવા મળ્યો
    Next Article
    રાજકોટ બનશે રામમય:ગુરુવારે 100થી વધુ ફ્લોટ્સની સાથે ‘સમરસતા’નો શંખનાદ ફૂંકશે રામોત્સવ રથયાત્રા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment