Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમસ્યા:સાવરકુંડલા જૂના બસ સ્ટેન્ડના રોડના કામથી મુસાફરો પર આફત

    5 days ago

    સાવરકુંડલામાં આવેલા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રોડના કામ શરૂ હોવાના કારણે હાલ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, બસ સ્ટેન્ડનો રોડ ખોદવામાં આવતા મુસાફરો માટે છાયાની તેમજ અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અસ્થાયી રીતે બસમાં બેસવાની વ્યવસ્થા સાવરકુંડલા પોલીસ સ્ટેશન પાસે કરવામાં આવી છે. સાવરકુંડલા શહેરના નાના બસસ્ટેશન વિસ્તારમાં રોડની કામગીરી શરૂ હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેસર, મહુવા અને રાજુલા રોડ તરફ જતાં મુસાફરો અહીં ઊભા રહીને બસની રાહ જુએ છે. પરંતુ આ સ્થળે મુસાફરો માટે બેસવાની, પીવાના પાણી કે છાંયાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને તીવ્ર ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર મનજીભાઈ તળાવીયાએ આ મુદ્દે રજૂઆત કરી છે કે મુસાફરોની મુશ્કેલી દૂર કરવા તાત્કાલિક અસ્થાયી બેસવાની, પીવાના પાણી અને છાંયાની સુવિધા ઉભી કરવામાં આવે તેવી સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે. સાથે સાથે જૂના બસ સ્ટેન્ડના રોડકામને ઝડપથી પૂર્ણ કરવામાં આવે અથવા ત્યાં સુધી મુસાફરોને જરૂરી સુવિધાઓ પૂરી પાડી તેમની હાલાકી દૂર કરવામાં આવે. શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો સાથે નાગરિકોની મૂળભૂત સુવિધાઓનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:ગીર સોમનાથમાંથી ગેસ સિલિન્ડરની કાળા બજારી કરતો 1 શખ્સ પકડાયો
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જિલ્લાના 20 પંપ પર ડિઝલનો જથ્થો ખૂટી ગયો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment