Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જિલ્લાના 20 પંપ પર ડિઝલનો જથ્થો ખૂટી ગયો‎

    5 days ago

    અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો આવી રહ્યો હોવા છતાં લોકોએ અફવામાં આવી પેટ્રોલ ડીઝલ પુરાવવા પડાપડી કરી મુકતા આજે જુદા જુદા 20 પંપ પર ડીઝલનો જથ્થો ખલાસ થયો હતો. 15 જેટલા પંપમાં પેટ્રોલ પણ ખુટ્યું હતું. જેમ જેમ ગાડીઓ આવતી ગઈ તેમ આ પંપોમાં ફરી વિતરણ શરૂ થયું હતું. આજે સાંજે જિલ્લામાં અનેક પંપો પર લાઈન લાગી હતી. અમરેલી પંથકમાં ડીઝલનું વેચાણ ચાર ગણુ વધ્યું હતું. અમરેલી શહેર તથા આસપાસના 12 કિ.મીના વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપો પર દૈનિક 25 હજાર ડીઝલનું વેચાણ થતું હતું. પરંતુ અફવામાં આવી લોકોએ ડીઝલ માટે પડાપડી કરતા આ વેચાણ ચાર ગણું વધી એક લાખ લીટર કરતા પણ વધુ થયું હતું. અમરેલી શહેરમાં પણ પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે લોકોમાં પેનીકની સ્થિતિ જોવા મળી હતી. ગઈરાત્રે થોડી લાઈનો થયા બાદ આજે ક્યારેક વાહનોની કતારો થતી હતી. જો કે સાંજના સમયે શહેરના મોટાભાગના પેટ્રોલ પંપ પર મોટી લાઈનો લાગી હતી. જેના કારણે કેટલાક પંપો પર ડીઝલનો જથ્થો ખુટી પડ્યો હતો. દિવસ દરમિયાન સમયયાંતરે જુદા જુદા પંપ પર પેટ્રોલ ડીઝલના ટેન્કરો આવ્યા હતા. જેના કારણે વિતરણ ફરી શરૂ કરાતું હતું. જે પંપ પર વિતરણ ચાલુ થાય ત્યા ફરી લાઈનો લાગવા માંડતી હતી. આવી જ સ્થિતિ અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી. જો કે રાજુલા પંથકમાં પ્રમાણમાં ઓછી લાઈનો જોવા મળી હતી. પણ બાબરા, બગસરા, વિગેરે શહેરોમાં દિવસભર પેટ્રોલ પંપ પર કતાર લાગતી હતી. પંપ માલિકોએ સ્વેચ્છાએ પણ પેનીકની સ્થિતિ નિવારવા કેટલાક નિયંત્રણો લાગ્યા હતા. ક્યાંક વાહન ચાલકોને માત્ર 200 રૂપિયાનું પેટ્રોલ અપાતું હતું. તો ક્યાંક વાહન ચાલકોને માત્ર 5000 રૂપિયાનું ડીઝલ અપાતું હતું. અમરેલી જિલ્લામાં એલપીજી સીલીન્ડરનું પેનીક બુકીંગ હળવું થયું છે. ચાલુ મહિનામાં 25 દિવસમાં 1.10 લાખ સીલીન્ડરનું વિતરણ કરાયું હતું. જિલ્લાની 26 ગેસ એજન્સીમાં હજુ 7000 સીલીન્ડરનો જથ્થો ઉપલબ્ધ છે. બાબરામાં ખાનગી કંપનીના પંપ પર બપોર સુધી પેટ્રોલ અને સાંજ સુધી ડિઝલનું વેચાણ બાબરામાં રિલાયન્સ કંપનીના પેટ્રોલ પંપ પર સવારથી બપોર સુધી માત્ર પેટ્રોલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બપોરથી સાંજ સુધી માત્ર ડીઝલનું વેચાણ થાય છે. અન્ય પંપો પર પણ કતાર છે. પુરવઠા અધિકારીએ કહ્યું, સંગ્રહ કરશો તો પગલાં લેવાશે જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઉપરથી પણ પુરતો જથ્થો આવે છે. જેથી અફવામાં ભરમાવું નહી. જો કોઈ ઈંધણની સંગ્રહ ખોરી કરશે તો કાનુની પગલાં લેવાશે. > પ્રતિક કુંભાણી, અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી 25 દિ'માં 1.10 લાખ સિલિન્ડરનું વિતરણ બગસરામાં બાઈક ચાલકોને રૂા.200નું જ પેટ્રોલ અપાય છે, જો કે, સાંજે ખૂટી પડ્યું બગસરા શહેરમાં પાંચ પેટ્રોલ પંપ છે. અહીં આખો દિવસ કોઈ પણ બાઈક ચાલકને માત્ર 200 રૂપિયાનું પેટ્રોલ જ આપવામાં આવતું હતું. જો કે સાંજ પડતા સુધીમાં તમામ પંપ પર પેટ્રોલ ખુટ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સમસ્યા:સાવરકુંડલા જૂના બસ સ્ટેન્ડના રોડના કામથી મુસાફરો પર આફત
    Next Article
    ભાસ્કર વિશેષ:ઝાંઝરડા ગામથી સિદ્ધનાથ મંદિર સુધીની અઢી કિમીની શોભાયાત્રામાં 10 સ્વાગત પોઈન્ટ હશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment