Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:ગોધરામાં યુવતીનું ફેક આઇડી બનાવનાર સામે પોલીસ ફરિયાદ

    3 days ago

    ગોધરામાં યુવતીના નામે ફેક ફેસબુક આઈડી બનાવી અન્ય લોકો સાથે મેસેજિંગ કરાયાની ઘટના મામલે ભુરાવાવ વિસ્તારની યુવતી દ્વારા શહેર એ ડિવિઝન મથકે સાયબર ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં તેઓ હાલ એક ખાનગી નર્સિંગ હોમમાં સ્ટાફ નર્સ તરીકે કાર્યરત છે. યુવતીના મોબાઇલમાં 2020થી પોતાના નામથી ફેસબુક એકાઉન્ટ વાપરે છે. 3 નવેમ્બરે બપોરે તેમને તેમના ઓળખીતાએ ઇન્સ્ટાગ્રામ મારફતે જાણ કરી કે તેમના નામથી કોઈ વ્યક્તિ ચેટિંગ કરી રહ્યો છે. ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે યુવતીના નામથી એક ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવી છે. જેમાં તેમના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફેક આઈડી દ્વારા અલગ-અલગ યુવતીઓ સાથે મેસેજિંગ કરી વાતચીત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી યુવતીએ સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. બાદ શહેર એ ડિવિઝન મથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવા પામી છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:ડાયવર્ઝન યોગ્ય રીતે કાઢવાનું કહેતા પ્રૌઢને કુટુંબીએ કુહાડી મારી
    Next Article
    પેટ્રોલ અને ડિઝલનુ રેકોર્ડ બ્રેક વેચાણ:ગોધરામાં 2 દિવસે વેચાણ થતું પેટ્રોલ - ડીઝલ સોમવારે 8 કલાકમાં વેચાઇ ગયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment