Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:ડાયવર્ઝન યોગ્ય રીતે કાઢવાનું કહેતા પ્રૌઢને કુટુંબીએ કુહાડી મારી

    3 days ago

    વિસાવદર તાલુકાના મહુડી ગામે ડાયવર્ઝન યોગ્ય રીતે કાઢવાનું કહેતા પ્રૌઢને કુટુંબીએ કુહાડી મારી ઇજા પહોંચાડી હતી. મહુડી ગામે રહેતા 47 વર્ષીય બીછુભાઈ ગટુભાઈ ખાદા ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:30 વાગ્યે મહુડા થી મહુડી ગામ તરફ જવા માટે ડાયવર્ઝનનું કામ ચાલતું હોય ત્યાં ગયા હતા. જ્યાં હાજર કોન્ટ્રાક્ટર ડાયવર્ઝન યોગ્ય રીતે કરવા જણાવ્યું હતું. તે દરમિયાન કુટુંબી બદરૂભાઈ નાનાભાઈએ આવી ગાળાગાળી શરૂ કરી હતી. બોલાચાલી કરતા બીછુભાઈ ત્યાંથી નીકળી પોતાના ઘરે જતા રહ્યા હતા. જ્યાં પાછળથી બદરૂભાઈએ આવી સીધા જ કુહાડી વડે મારવાનું શરૂ કરતાં ભત્રીજાએ આડા પડી છોડાવ્યા હતા. બાદમાં શખ્સ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત બિછુભાઈને સારવાર માટે વિસાવદર ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બદરૂભાઈ કુટુંબી ભાઈ થતા હોય જેથી સમાજના આગેવાનોએ ફરી વખત બનાવ નહિ બને એવી ખાતરી આપતા પોલીસ ફરિયાદ કરી ન હતી. આ પછી 4 માર્ચના રોજ હાથમાં દુખાવો થતાં બિછુભાઈ વિસાવદર સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે શખ્સની બીક લાગતા પોલીસને અરજી આપી હતી. શખ્સ વારંવાર કનડગત કરતો હોય અને સમાજના આગેવાનોનું માન રાખતો ન હોય આખરે મંગળવારે બીછુભાઈએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરીનો ચકચારી કિસ્સો:વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઇવએ વેપારીને આપઘાત કરતાં બચાવ્યો
    Next Article
    કાર્યવાહી:ગોધરામાં યુવતીનું ફેક આઇડી બનાવનાર સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment