Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરીનો ચકચારી કિસ્સો:વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઇવએ વેપારીને આપઘાત કરતાં બચાવ્યો

    4 days ago

    હિંમતનગરમાં વ્યાજખોરીનો ચકચારી કિસ્સો બહાર આવ્યો છે. વેપારીએ પોતાના મિત્રને મદદ કરવા અપાવેલ 50 લાખ સામે વ્યાજખોરે અત્યાર સુધીમાં 1.35 કરોડ પડાવી લીધા બાદ પણ વ્યાજખોર દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ અને પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા, માનસિક રીતે ભાંગી પડેલા વેપારીએ આખરે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરથી રક્ષણ અને ન્યાય નહીં મળે તો આત્મહત્યાના વિચાર આવતાં હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઈવ શરૂ કરાયાની જાણ થતાં હિંમત કરીને રૂરલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવતા વ્યાજખોર ફિરોજખાન ફરાર થઇ ગયો હતો. સવગઢમાં રહેતા તૌફિકભાઈ રજ્જાકભાઈ મેમણે વર્ષ 2015-16 માં તેમના મિત્ર ભીખુસિંહ રાઠોડને ટ્રાન્સપોર્ટના ધંધામાં મંદી આવતાં નાણાંની જરૂર પડી હોવાથી તૌફિકભાઈએ મધ્યસ્થી બનીને પોતાની જવાબદારી પર હિંમતનગરના ફિરોજખાન ઉર્ફે વકારભાઇ ઇકબાલખાન પઠાણ પાસેથી 50 લાખ 5 ટકાના માસિક વ્યાજે અપાવ્યા હતા. આ વ્યવહાર પેટે વેપારીના બેંકના કોરા ચેકો પણ લખાવી લીધા હતા. ​ત્યારબાદ શરૂઆતમાં ભીખુસિંહે ચાર મહિના સુધી 2.50 લાખ લેખે 10 લાખ વ્યાજ ચૂકવ્યું હતું. પરંતુ બાદમાં ભીખુસિંહનો ધંધો ઠપ થતાં વ્યાજ ચૂકવવાની જવાબદારી તૌફિકભાઈ પર આવી પડી હતી. તેમણે વ્યાજ પેટે જ અત્યાર સુધીમાં કુલ 90 લાખ ચૂકવી દીધા છે. ​ત્યારબાદ પોતાની જમીન અને દુકાનો વેચીને પણ લાખો રૂપિયા આપ્યા હતા. ​કુલ મળીને 50 લાખની મુદ્દલ સામે 1.35 કરોડ ચૂકવી દીધા છતાં વ્યાજખોર હજુ પણ 50 લાખની ઉઘરાણી કરી અવારનવાર ઘરે જઈને ગાળો બોલતો હતો. એટલું જ નહીં, વેપારીની પત્ની અને બાળકોની હાજરીમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારતો હતો. મોબાઈલ ફોન પર પણ સતત ધમકીઓ આપતો હતો. જેના કારણે વેપારી 15 દિવસથી તૌફિકભાઈ આત્મહત્યા કરવાના વિચારો કરી રહ્યા હતા. પરંતુ વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઈવ શરૂ કરાયાની જાણ થતાં હિંમત કરીને રૂરલ પોલીસ સ્ટેશનમાં પહોંચી આપવીતી વર્ણવી આરોપી વિરુદ્ધના પુરાવા તરીકે ફોન રેકોર્ડિંગ અને સીસીટીવી પણ પેનડ્રાઈવમાં પોલીસને સોંપીને ફિરોજખાન ઉર્ફે વકારભાઇ ઇકબાલખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ વ્યાજખોરને જાણ થઈ જતાં ભાગી ગયો હતો. વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઇવએ વેપારીને આપઘાત કરતાં બચાવ્યો‎ આરોપીએ એવી શરત મૂકી હતી કે તે પૈસા ભલે ભીખુસિંહના ધંધા માટે હોય. પરંતુ તે પૈસા પોતે તૌફિકભાઇના હાથમાં જ આપશે.,આરોપીએ સ્પષ્ટ કર્યું હતું કે આ રકમનું મુદ્દલ અને વ્યાજ તે માત્ર તૌફિકભાઇ પાસેથી જ વસૂલશે. ​{પૈસા આપતાં પહેલા સુરક્ષાના નામે તૌફિકભાઇના ઓરીએન્ટલ બેંકના ખાતાના કોરા ચેકો લીધા હતા.,રકમ આપતી વખતે માસિક 5% લેખે ઊંચું વ્યાજ નક્કી કરાયું હતું. ફોર્ચ્યુનર અને દુકાનો વેચી તૌફિકભાઇએ 34 લાખ રોકડા આપ્યા‎ ધિરાણ કરેલી મુદ્દલ રકમ : 50 લાખ,​ માસિક વ્યાજ : શરૂઆતમાં 5 ટકા, ​માસિક વ્યાજના હપ્તા : 5% લેખે દર મહિને રૂ. 2.50 લાખ વ્યાજ તરીકે ચૂકવતા.,​ શરૂઆતના 4 મહિના : દર મહિને 2.50 લાખ લેખે કુલ રૂ. 10 લાખ વ્યાજ ચૂકવ્યું હતું.,​ ત્યારબાદના 4 વર્ષ : તૌફિકભાઈએ દર મહિને 2.50 લાખ લેખે કુલ રૂ. 90 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હતા.,​ગાડીનું વેચાણ : ભીખુસિંહે પોતાની ફોર્ચ્યુનર નં. GJ-09-8300 તૌફિકભાઇને આપી હતી. જે વેચીને રૂ. 14 લાખ આપ્યા હતા.,​દુકાનોનું વેચાણ : તૌફિકભાઇએ રેહાન કોમ્પ્લેક્ષની દુકાનો વેચીને આરોપીને 20 લાખ રોકડા આપ્યા હતા.,​ટુકડે-ટુકડે આપેલી રકમ : વ્યાજખોરના ત્રાસ અને ધમકીના કારણે સમયાંતરે બીજા 15 લાખ ચૂકવ્યા હતા.,​વધારાની માંગણી : તેની મૂળ મુદ્દલ રૂ. 50 લાખ પરત માંગીને ત્રાસ આપી રહ્યો છે. વર્ષ 2018 થી આરોપીએ 2% વ્યાજ લેવાનું નક્કી કરી માસિક રૂ. 1 લાખની માંગણી કરી રહ્યો હતો. કેસમાં મહત્તમ 7 વર્ષની સજાની જોગવાઈ‎ કલમ 308(2) - ભય બતાવી જબરદસ્તીથી કઢાવવું ​7 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ. .​ કલમ 351(2) - ​જાનથી મારી નાખવાની કે ગંભીર ઈજા પહોંચાડવાની ધમકી આપવી, 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને. જો ધમકી મૃત્યુ નિપજાવવાની હોય, તો સજા 7 વર્ષ સુધી વધી શકે .​ કલમ 352 - ​જાહેર કે ખાનગીમાં ગાળો બોલી વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને. .ગુજરાત નાણાંની ધીરધાર અધિનિયમની વિવિધ કલમોમાં 1 વર્ષથી માંડી 2 વર્ષની સજા અને 5 હજાર દંડ
    Click here to Read More
    Previous Article
    બેઠક:સુરક્ષા વ્યવસ્થા, નિયંત્રણના આયોજન,વીજળી, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્યલક્ષી સેવાઓ અંગે ચર્ચા કરાઈ
    Next Article
    ફરિયાદ:ડાયવર્ઝન યોગ્ય રીતે કાઢવાનું કહેતા પ્રૌઢને કુટુંબીએ કુહાડી મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment