Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક:સુરક્ષા વ્યવસ્થા, નિયંત્રણના આયોજન,વીજળી, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્યલક્ષી સેવાઓ અંગે ચર્ચા કરાઈ

    4 days ago

    પોરબંદર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આગામી માધવપુર ઘેડ મેળો-2026ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર રેખાબા સરવૈયાએ મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિઓને સોંપવામાં આવેલા કામોની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને મેળા દરમિયાન આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે સુરક્ષા વ્યવસ્થા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ભીડ નિયંત્રણના આયોજન પર ભાર મૂક્યો હતો. વધુમાં, માર્ગ વ્યવસ્થાપન અંતર્ગત સ્ટોલ ફાળવણી, ટ્રાફિક નિયમન અને પાર્કિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.મેળાના સુવ્યવસ્થિત સંચાલન માટે વીજળી, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્યલક્ષી સેવાઓ અને સમગ્ર મેળા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે બાબતોને પણ બેઠકમાં આવરી લેવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનના આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે સમિતિના સભ્યોને સમયમર્યાદામાં તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, ડીવાયએસપી સુરજીત મહેડુ, ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા, સહિત સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાળુઓને પાયાની સુવિધાઓ સરળતાથી મળે તે પ્રાથમિકતા માધવપુરનો મેળો એ આપણી સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક હોવાથી યાત્રાળુઓને પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે અને મેળો નિર્વિઘ્ને સંપન્ન થાય તે તંત્રની પ્રાથમિકતા રહેશે. > રેખાબા સરવૈયા,નિવાસી અધિક કલેક્ટર
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:અડવાણા ગામના યુવાન સાથે ધ્રોલના શખ્સે રૂ.10.73 લાખની ઠગાઈ કરી
    Next Article
    વ્યાજખોરીનો ચકચારી કિસ્સો:વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઇવએ વેપારીને આપઘાત કરતાં બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment