Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:માધવપુરના લોકમેળાની સત્તાવાર રૂપરેખા જાહેર : નોર્થ- ઈસ્ટ અને ગુજરાતના ફ્યુઝન નૃત્યોની રંગત જામશે

    6 days ago

    ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગની સ્મૃતિમાં યોજાતો સુપ્રસિદ્ધ માધવપુરનો મેળો આ વર્ષે પણ પરંપરાગત ઉજવવામાં આવશે. આ વર્ષના આયોજન અંગે વિગતો જાહેર કરવામાં આવી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ મેળામાં પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના કલાકારોની સંયુક્ત સાંસ્કૃતિક પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ મેળો તા. 27 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 દરમિયાન યોજાશે, જેમાં દરરોજ રાત્રે નોર્થ-ઈસ્ટ, ગુજરાત અને બંનેના ફ્યુઝન નૃત્યોની ગ્રાઉન્ડ કોરિયોગ્રાફી રજૂ કરવામાં આવશે. આ આયોજન દ્વારા ગુજરાત અને પૂર્વોત્તર રાજ્યો વચ્ચેના પ્રાચીન સંબંધોને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં બંને પ્રદેશોના કલાકારો એક જ મંચ પર આવી પોતાની કલા અને પરંપરાનું પ્રદર્શન કરશે.આ ઉપરાંત સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દરરોજ 30 મિનિટ સ્થાનિક ગ્રુપની પ્રસ્તુતિ પણ રાખવામાં આવી છે. મેળાના અંતિમ દિવસે તા. 31.03.2026 ના રોજ દ્વારકા ખાતે રાજેશ આહિર એન્ડ ગ્રુપના કાર્યક્રમ સાથે મલ્ટી મીડિયા શો અને ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં ક્યાં કલાકારો ભાગ લેશે સમગ્ર મેળા દરમિયાન વિવિધ ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, પ્રથમ દિવસે તા. 27 મીએ જાણીતા લોક ગાયિકા ગીતાબેન રબારી, 28 મીએ રાજ ગઢવી અને મયુર દવે, 29મીએ ઋષભ આહિર તેમજ 30મીએ શ્યામલ-શબદ ગ્રુપ દ્વારા કૃષ્ણમય સંગીતની સભાઓ યોજાશે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:સિદ્ધપુર હાઈવે પર પૂરઝડપે આવતાં વાહને બાઈક ચાલકને ઉછાળતાં મોત
    Next Article
    તપાસ:જિલ્લા રોજગાર કચેરી દ્વારા 3 વર્ષમાં કરેલા કાર્યક્રમોમાં રૂ.1 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment