Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:સિદ્ધપુર હાઈવે પર પૂરઝડપે આવતાં વાહને બાઈક ચાલકને ઉછાળતાં મોત

    6 days ago

    સિદ્ધપુર-વડગામ હાઈવે પર રામદેવ હોટલ પાસે વાહન ચાલકે સોમવારે સવારે બાઈક સવારને પાછળથી ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વડગામ ખાતે રહેતાં ભરતભાઈ પોપટભાઈ ઓડ બાઈક લઈને સિદ્ધપુરથી ઘરે જઈ રહ્યા હતા.તે વખતે સવારે અંદાજે 7:30 કલાકે રામદેવ હોટલ નજીક હાઈવે પર અજાણ્યા વાહને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતમાં ભરતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ મામલે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ સિધ્ધપુર પોલીસ મથકે પાલનપુરનાં સોનબાગ વિસ્તારમાં રહેતા અશોકભાઈ પોપટભાઈએ ફરિયાદ નોંધાવી હતી.અકસ્માત બાદ ફરાર થયેલા વાહન ચાલકને પકડવા માટે હાઈવે પરનાં સીસીટીવી તેમજ અન્ય સૂત્રોના આધારે આરોપી વાહનચાલકને શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:યુથ કોંગ્રેસ દ્વારા ગેસના બાટલાને લઈ દેખાવો કરતાં 8 ની અટકાયત
    Next Article
    આયોજન:માધવપુરના લોકમેળાની સત્તાવાર રૂપરેખા જાહેર : નોર્થ- ઈસ્ટ અને ગુજરાતના ફ્યુઝન નૃત્યોની રંગત જામશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment