Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુરની પેટાચૂંટણીમાં જ્ઞાતિનું સમીકરણ જોવા મળશે?:નવા સીમાંકન બાદ હાલ સુધી 3 ચૂંટણીમાં ભાજપની જીતનું માર્જિન વધતું ગયું, ગત ટર્મમાં સ્વ.યોગેશ પટેલ 1 લાખથી વધુ મતથી જીત્યા હતા

    11 hours ago

    વડોદરાના માંજલપુર વિધાનસભાની બેઠક ખાલી પડતા પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. આ બેઠક પર છેલ્લી 3 ટર્મથી ચૂંટાતા યોગેશ પટેલનું નિધન 2 જૂન, 2026ના દિવસે થયું હતુ. ત્યારે આગામી 30 જુલાઈના રોજ પેટાચૂંટણી યોજાશે. આ બેઠક ઉપર નવા સીમાંકન બાદ હાલ સુધીમાં 3 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર એટલે કે સ્વ.યોગેશ પટેલનો ભવ્ય વિજય થયો હતો. ભાજપ માટે આ સુરક્ષિત બેઠક માનવામાં આવે છે તેનું કારણ એ છે કે છેલ્લી ત્રણ ટર્મમાં જીતનું માર્જિન હંમેશા વધતું જ રહ્યું છે. ગત ટર્મમાં યોગેશ પટેલ 1,00,754 મતોથી જીત્યા હતા. આ બેઠક ઉપર સ્વ.યોગેશ પટેલનું પ્રભુત્વ હતું શહેરની રાજનીતિમાં હંમેશાંથી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ તેમાં માંજલપુર વિધાનસભા બેઠકનું નામ આવે ત્યારે સ્વ.યોગેશ પટેલનો ચહેરો તરત જ સામે આવે છે. 2 જૂન, 2026ના રોજ આઠ ટર્મના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના નિધન બાદ માંજલપુર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ભારતના ચૂંટણી પંચે આ બેઠક માટે આગામી 30 જુલાઈએ મતદાન અને 3 ઓગસ્ટે પરિણામની જાહેરાત કરી દીધી છે. વર્ષ 2012થી ત્રણ ચૂંટણીમાં ભાજપનો વિજય ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે, શું આ પેટાચૂંટણીમાં જ્ઞાતિનું સમીકરણ જોવા મળશે? વર્ષ 2008ના નવા સીમાંકન બાદ માંજલપુર બેઠક અસ્તિત્વમાં આવી હતી. અગાઉ આ વિસ્તાર રાવપુરા અને સયાજીગંજ વિધાનસભાનો હિસ્સો હતો. વર્ષ 2012થી અત્યાર સુધી યોજાયેલી 3 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે યોગેશ પટેલ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો હતો. આ ત્રણેય ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપનું અને ખાસ કરીને યોગેશ પટેલનું જીતનું માર્જિન સતત વધતું ગયું હતું. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ 1 લાખથી વધુ મતની જંગી સરસાઈથી વિજેતા બન્યા હતા. આ જંગી જીત પાછળ માત્ર પક્ષની તાકાત નહોતી, પરંતુ સ્વ.યોગેશ પટેલનું વ્યક્તિગત પ્રભુત્વ અને લોકો સાથેનો સીધો સંપર્ક પણ જવાબદાર હતો. બેઠક ઉપર OBC સમાજના મતદારો વધુ હવે જ્યારે માંજલપુરમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે જ્ઞાતિના સમીકરણો કેન્દ્રમાં આવી શકે છે. માંજલપુર બેઠકના મતદારોની વાત કરીએ તો અહીં કોઈ એક જ્ઞાતિનું એકચક્રી શાસન નથી. જો કે OBC મતદારોની સંખ્યા વધુ છે. આમ છતા સવર્ણ મતદારો એટલે કે પાટીદાર, બ્રાહ્મણ, વાણિયા અને મરાઠી સમાજનું પ્રભુત્વ અહીં સ્પષ્ટપણે જોવા મળે છે. આ બેઠક ઉપર OBC સમાજના 50 હજારથી વધુ મતદારો છે. તો પાટીદાર સમાજના 30થી 35 હજાર મતદારો છે. આ બેઠક પર મિશ્ર મતદારો જોવા મળે છે. ત્યારે હવે આ વખતે જ્ઞાતિવાર સમીકરણ કામ કરે છે કે કેમ તેના ઉપર સૌની નજર છે. હાલ સુધી જ્ઞાતિવાર સમીકરણ કામ નથી લાગ્યા અત્યાર સુધી સ્વ.યોગેશ પટેલનું કદ એટલું મોટું હતું કે, જ્ઞાતિવાદ ક્યારેય ચૂંટણીના પરિણામોને અસર કરી શક્યો નહોતો. પરંતુ હવે નવા ઉમેદવારની પસંદગી માટે પાટીદાર અને મરાઠી સમાજ દ્વારા ટિકિટની માંગ પ્રબળ બને તેવી પૂરેપૂરી શક્યતા છે. ભાજપ માટે આ બેઠક સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ પક્ષના મોવડીમંડળ માટે એ નક્કી કરવું પડકારજનક બની શકે છે કે હવે કોને મેદાનમાં ઉતારવા. શું ભાજપ પાટીદાર કાર્ડ રમશે કે પછી કોઈ અન્ય સવર્ણ અથવા OBC ઉમેદવાર પર દાવ લગાવશે? બીજી તરફ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ભાજપના ઉમેદવારની જ્ઞાતિ જોઈને જ પોતાના ઉમેદવારની પસંદગી કરવાની રણનીતિ ઘડી રહ્યા છે. પેટા ચૂંટણીની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને સ્થાનિક નેતાઓમાં ટિકિટ માટે લોબિંગ તેજ થઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢમાં પોલીસ સ્ટેશન નજીક ચોરી:100 મીટર દૂર ત્રણ દુકાનોના તાળા તૂટ્યા, રોકડની ચોરી
    Next Article
    રાજ્ય રજિસ્ટ્રાર સહિતને આવેદન:સાબર ડેરીના નફામાં વધારા સહિતની માંગણી પૂરી કરવા ખેડૂતોની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment