Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય રજિસ્ટ્રાર સહિતને આવેદન:સાબર ડેરીના નફામાં વધારા સહિતની માંગણી પૂરી કરવા ખેડૂતોની રજૂઆત

    17 hours ago

    ​સાબર ડેરી દ્વારા વર્ષ 2025-26 માટે જાહેર કરાયેલો 15% વાર્ષિક નફો પશુપાલકો માટે ઘા પર નમક સમાન સાબિત થયો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કિસાન સભાના નેતૃત્વમાં પશુપાલકોએ આ નફા ભાગને અપૂરતો ગણાવી ડેરી વહીવટદારો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આગેવાનોનું કહેવું છે કે ઘાસચારો, સાબર દાણ અને ખાણ દાણના સતત વધતા ભાવ સામે દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા પશુપાલન હવે ખોટનો ધંધો બન્યો છે. ​કિસાન સભા દ્વારા સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર મારફતે રાજ્ય રજિસ્ટ્રાર અને સાબર ડેરીના ચેરમેનને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ કરાઇ છે. જેમાં વાર્ષિક નફો ઓછામાં ઓછો 20 ટકા ચૂકવવા, દૂધનો લિટર દીઠ લઘુત્તમ ભાવ ₹60 કરવા, લિટર દીઠ ₹5 સબસિડી આપવા, મંડળીના કર્મચારીઓને લિટરે 20 પૈસા પ્રોત્સાહન અને BMCUના વીજળી ખર્ચ પેટે 50 પૈસા આપવાની માંગ સામેલ છે. સાથે જ તમામ રજિસ્ટર્ડ મંડળીઓને સંઘના સભાસદ બનાવવાની અપીલ કરાઈ છે. ​આ પ્રદર્શનમાં કિસાન સભાના પ્રમુખ સોનસિંહ મકવાણા, ઉપપ્રમુખ દિનેશ પરમાર, એડવોકેટ ડાયાભાઈ જાદવ, સરપંચ સત્યેશા લેઉવા અને એડવોકેટ ચંદ્રપાલસિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    માંજલપુરની પેટાચૂંટણીમાં જ્ઞાતિનું સમીકરણ જોવા મળશે?:નવા સીમાંકન બાદ હાલ સુધી 3 ચૂંટણીમાં ભાજપની જીતનું માર્જિન વધતું ગયું, ગત ટર્મમાં સ્વ.યોગેશ પટેલ 1 લાખથી વધુ મતથી જીત્યા હતા
    Next Article
    Gujarat Breaking News | 1 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Monsoon 2026 | Gujarati News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment