Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાશકારો:પેટ્રોલ પંપો ઉપર લાઈનો ઘટી, સમયસર‎સપ્લાય મળી જતાં સ્થિતિ સામાન્ય બની‎

    6 days ago

    જિલ્લામાં કુલ 141 પેટ્રોલ પંપોમાંથી 131 પંપોમાં મંગળવારે સાંજે 16.99 લાખ લીટર ડીઝલ અને 11.18 લાખ લીટર પેટ્રોલ ઉપલબ્ધ હોવાનું પુરવઠા તંત્રએ જણાવ્યું હતું. જોકે નાયરા કંપનીના 10 પંપોમાં પેટ્રોલ-ડીઝલ ખૂટી પડ્યું છે.અને જામનગર ઓઇલ ડેપોથી જથ્થો મંગાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે બુધવાર સુધી પહોંચી જવાની શક્યતા દર્શાવવામાં આવી છે. પાટણ જિલ્લામાં સોમવારે બપોર બાદ પેટ્રોલ-ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાએ પેટ્રોલ પંપ સુધી વાહન ચાલકોને દોડતા કર્યા હતા શહેરથી લઈને હાઈવે સુધી લોકો પેટ્રોલ પંપો પર ઉમટી પડતાં મોડી રાત સુધી લાંબી લાઈનો લાગી ગઈ હતી. વાહનચાલકોએ ટાંકી ફૂલ કરાવતાં અનેક પંપો પર પેટ્રોલ ખૂટી પડતાં સ્ટોક ખાલી થઈ જતા મંગળવારે હાઈવે વિસ્તારો પર અનેક પેટ્રોલ પંપ બંધ હાલતમાં જોવા મળ્યા હતા.જેમાં સમી અને રાધનપુર તરફના હાઈવે પંપો પર પેટ્રોલ ખૂટી પડતાં મંગળવારે ગામડાંના લોકોને છેક હારિજ સુધી પેટ્રોલ ભરાવવા જવું પડ્યું હતું. કુણઘેર પાસેના નાયરા પેટ્રોલ પંપ પર બપોરે જ પેટ્રોલનો જથ્થો સમાપ્ત થઈ ગયો હતો, જ્યારે ડીઝલનું વેચાણ પણ રૂ.1000ની મર્યાદામાં જ કરવામાં આવ્યું હતું. પૂરતા પ્રમાણમાં સ્ટોક સપ્લાય એસોસિએશન પેટ્રોલ પંપ એસોસિએશનના સભ્યે જણાવ્યું હતું કે ખોટી અફવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આયુષ IOCL , BPCL અને HPCL કંપનીઓ પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સપ્લાય કરી રહી છે. જિલ્લામાં હાલમાં કોઈપણ જગ્યાએ અછત જેવું નથી. દરેકને અપીલ છે કે પૂરતો ડીઝલ અને પેટ્રોલનો પંપો ઉપર સ્ટોક ઉપલબ્ધ છે ગમે ત્યારે મળી રહેશે.અફવામાં આવી દોડધામ કરવું નહીં.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:પાટણ નગરપાલિકાની પ્રાથમિક મતદાર‎યાદીમાં 1.08 મતદારો,9326 નો ઘટાડો‎
    Next Article
    યુદ્ધની અસર ખેતરો સુધી પહોંચી:ખેડૂત દીઠ 200 લીટર ડિઝલથી ખેતરોમાં હલર બંધ પડશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment