Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:પાટણ નગરપાલિકાની પ્રાથમિક મતદાર‎યાદીમાં 1.08 મતદારો,9326 નો ઘટાડો‎

    6 days ago

    પાટણ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ તૈયારીઓ શરૂ થઈ છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પૂર્વે નવી વર્ષ 2026ની પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં SRI (સ્ટેચ્યુટરી રિવિઝન ઓફ ઇન્વેન્ટરી) ની સઘન કામગીરી બાદ જાહેર થયેલા આંકડા મુજબ, પાટણમાં કુલ મતદારોની સંખ્યામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પાંચ વર્ષ પહેલાં જે 1.18 લાખ મતદાર હતો હતો, તે હવે ઘટીને 1.08 લાખ પર પહોંચ્યો છે. ખાસ કરીને મૃતક, સ્થળાંતરિત અને ડુપ્લીકેટ મતો દૂર કરવામાં આવતા 9326 મતદારો ઘટ્યા છે. વોર્ડ વિસ્તારમાં કુલ 1,08,999 નવા મતદારો રહ્યા છે.જેમાં પુરુષ મતદારોનું વર્ચસ્વ વચ્ચે આ મતદાર યાદીમાં ત્રીજી જાતિ પણ નોંધાયા છે. પાલિકામાં જઈ નામ ચકાસી શકાશે તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયેલી આ યાદી હાલ પ્રાથમિક તબક્કે છે. જો કોઈ નાગરિકનું નામ રહી ગયું હોય કે સુધારાની જરૂર હોય, તો આગામી દિવસોમાં ફોર્મ ફરી નિયત પ્રક્રિયા મુજબ સુધારો કરાવી શકાશે. વોર્ડ વાઈઝ યાદી નગરપાલિકા કચેરી અને નિયત સ્થળોએ ચકાસણી માટે ઉપલબ્ધ રહેશે. 27 માર્ચ સુધારા માટે ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ છે.
    Click here to Read More
    Previous Article
    નિરીક્ષણ:વાંધા-સૂચન હોય તો 26 માર્ચ સુધી રજૂ કરી શકાશે, 30 માર્ચ બાદ અંતિમ નિર્ણય
    Next Article
    હાશકારો:પેટ્રોલ પંપો ઉપર લાઈનો ઘટી, સમયસર‎સપ્લાય મળી જતાં સ્થિતિ સામાન્ય બની‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment