Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટર વર્ક્સને બેકઅપ સિસ્ટમ તરીકે કાર્યરત રખાશે:26 વર્ષ બાદ સરિતા ઉદ્યાન વોટર વર્ક્સની 30 લાખ લિટરની ટાંકીનું મેઇન્ટેનન્સ

    16 hours ago

    ગાંધીનગરના નવા સેક્ટરોમાં પાણી પુરવઠો પહોંચાડવા પાટનગર યોજના વિભાગ દ્વારા ઉભું કરાયેલું સરિતા ઉદ્યાન વોટર વર્ક્સ હાલ બંધ છે. મહાનગરપાલિકાની 24 કલાક પાણી પુરવઠા યોજના અમલમાં આવ્યા બાદ સમગ્ર શહેરમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો મારફતે પાણીનું વિતરણ શરૂ થતાં સરિતા ઉદ્યાન વોટર વર્ક્સમાંથી નિયમિત પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જોકે, 24 કલાક યોજનાના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં કોઈ મોટી ટેકનિકલ ખામી, વીજ પુરવઠો ખોરવાય અથવા ઇમરજન્સી સર્જાય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ રહે તે માટે સરિતા ઉદ્યાન વોટર વર્ક્સને બેકઅપ સિસ્ટમ તરીકે કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના ભાગરૂપે લગભગ 26 વર્ષ જૂની, 30 લાખ લિટર ક્ષમતા અને 40 મીટર ઊંચી એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર ટાંકીનું વ્યાપક સ્ટ્રક્ચરલ રિહેબિલિટેશન અને મેઇન્ટેનન્સ હાથ ધરવામાં આવશે. આ માટે કુલ મળીને આશરે 83.60 લાખના ખર્ચે બે અલગ-અલગ પ્રકારની કામગીરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ટાંકીના આર.સી.સી. સ્ટ્રક્ચરની મજબૂતી પુનઃસ્થાપિત કરવા માટે નુકસાનગ્રસ્ત કોંક્રિટને લગભગ 3,300 ચોરસ મીટર વિસ્તારમાં ચિપિંગ કરીને દૂર કરવામાં આવશે. ત્યારબાદ સ્ટીલના સળિયા પરથી કાટ દૂર કરવા એન્ટી-કોરોઝિવ ટ્રીટમેન્ટ આપવામાં આવશે તેમજ સ્ટીલ પર પ્રોટેક્ટિવ કોટિંગ કરવામાં આવશે. જૂના અને નવા કોંક્રિટ વચ્ચે મજબૂત જોડાણ રહે તે માટે ખાસ બોન્ડિંગ કોટ લગાવી સમગ્ર સ્ટ્રક્ચરને ફરી મજબૂત બનાવવામાં આવશે. બીજા તબક્કામાં ટાંકીના તિરાડ પડેલા અને ક્ષતિગ્રસ્ત ભાગોમાં પોલિમર મોડિફાઇડ રિપેર મોર્ટારથી સમારકામ કરવામાં આવશે. સ્ટ્રક્ચરની ભારવહન ક્ષમતા વધારવા માટે કાર્બન ફાઇબર રેપેરિંગ કરવામાં આવશે તેમજ સમગ્ર બહારના ભાગ પર એન્ટી-કાર્બોનેશન, એન્ટી-ફેડિંગ અને વોટરપ્રૂફ પ્રોટેક્ટિવ કોટિંગ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બ્રિલિયન્ટ સ્કૂલ બસને અકસ્માત:દેવીપુર પાસે ટ્રક પાછળ ઘૂસી, 8 વિદ્યાર્થી ઘાયલ, 2 મોરબી રિફર કરાયા
    Next Article
    FIFA World Cup Final Venue Under Fire Days Ahead Of Messi vs Yamal Showdown

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment