Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંજે લિમિટ હટાવતાં રાહત:બપોર સુધી પેટ્રોલપંપો પર નો-સ્ટોકનાં બોર્ડ, બપોર પછી પેટ્રોલ મળતું થયું

    5 days ago

    સોમવારે બપોર પછી સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાથી સમગ્ર રાજ્યની સાથે મહેસાણા જિલ્લાના 157 પેટ્રોલ પંપો પર પણ વાહન ચાલકોની લાંબી લાઇનો લાગી હતી. જેને લઇ સામાન્ય દિવસો કરતાં વેચાણ 3 ગણું વધી ગયું હતું. કૃત્રિમ અછત ટાળવા માટે સંચાલકોએ વાહન દીઠ પેટ્રોલ આપવાની મર્યાદા નક્કી કરી હતી. આમ છતાં, રાત સુધીમાં જિલ્લાના 47 જેટલા પંપો પર સ્ટોક ખાલી થઈ ગયો હતો. પરિણામે મંગળવારે બપોર સુધી અનેક પંપો પર નો-સ્ટોકના બોર્ડ ઝૂલતા જોવા મળ્યા હતા. બપોર પછી ટેન્કરો આવતા પેટ્રોલ વેચાણ પૂર્વવત થતાં સાંજ સુધીમાં લિમિટ હટાવી દીધી હતી. 68%થી વધુ વાહનો પેટ્રોલથી ચાલતાં હોવાથી સ્થિતિ વણસી જિલ્લામાં કુલ વાહનોમાં પેટ્રોલથી ચાલતા વાહનોની સંખ્યા સૌથી વધુ છે. જેના કારણે પંપો પર પેટ્રોલ લેવા ભારે ધસારો રહ્યો હતો. જિલ્લામાં 68 ટકા એટલે કે 5.89 લાખ પેટ્રોલથી ચાલતાં વાહનો છે. જ્યારે 1.23 લાખ (14 ટકા) ડીઝલ અને 98,777 વાહનો પેટ્રોલ-સીએનજીથી ચાલે છે. ભીડમાં UPI પેમેન્ટના ફેક મેસેજ બતાવી ઠગાઇ, હિસાબમાં ખબર પડી પેટ્રોલ પંપો પર અંધાધૂંધીનો લાભ કેટલાક લેભાગુ તત્વોએ ઉઠાવ્યો હતો. ઉતાવળ અને ભીડનો ફાયદો ઉઠાવી ગઠિયાઓએ સંચાલકોને UPI પેમેન્ટ સક્સેસ થયાના ફેક મેસેજ બતાવી ફ્રીમાં પેટ્રોલ પુરાવી રફુચક્કર થઈ ગયા હતા. રાત્રે જ્યારે પંપ સંચાલકોએ હિસાબ મિલાવ્યો ત્યારે ડિજિટલ પેમેન્ટની રકમમાં મોટી ઘટ જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    હાલાકી:પાલનપુરમાં સીટીલાઈટ,દિલ્હીગેટ, સિવિલ વિસ્તારમાં ગંદકીની સમસ્યા
    Next Article
    નિરીક્ષણ:વાંધા-સૂચન હોય તો 26 માર્ચ સુધી રજૂ કરી શકાશે, 30 માર્ચ બાદ અંતિમ નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment