Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાલાકી:પાલનપુરમાં સીટીલાઈટ,દિલ્હીગેટ, સિવિલ વિસ્તારમાં ગંદકીની સમસ્યા

    3 days ago

    પાલનપુરમાં જાહેર રસ્તાઓ પર ડસ્ટબિનના અભાવે ગંદકીનો પ્રશ્ન ગંભીર બનતો જઈ રહ્યો છે. સીટીલાઈટ રોડ, દિલ્હીગેટ, સિવિલ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં લોકો મજબૂરીમાં રસ્તા પર જ કચરો ફેંકતા હોવાથી ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. સ્થાનિકોનું કહેવું છે કે મુખ્ય રસ્તાઓ પર દર 50-100 મીટરે ડસ્ટબિન મુકવામાં આવે અને નિયમિત સફાઈ થાય તો શહેરમાં વધતી ગંદકીની સમસ્યાનો મોટાભાગે અંત આવી શકે તેમ છે. પાલનપુરની મુખ્ય બજાર તથા જાહેર રસ્તાઓ પર ડસ્ટબિનના અભાવે ગંદકીનો પ્રશ્ન ગંભીર બનતો જઈ રહ્યો છે. સીટીલાઈટ રોડ, દિલ્હીગેટથી માનસરોવર રોડ, સિવિલ વિસ્તાર, કોઝી રોડ, બેચરપુરા રોડ, માલણ દરવાજા સાઈડ રોડ અને ઢૂંઢિયાવાડી રોડ સહિત અનેક વિસ્તારોમાં લોકો મજબૂરીમાં રસ્તા પર જ કચરો ફેંકતા હોવાથી ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. બજારમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોવાથી ફળ-શાકભાજી, કરિયાણા સહિત દુકાનોમાંથી નીકળતો કચરો ગટર અથવા રસ્તા પર ફેંકાતો હોવાથી દુર્ગંધ ફેલાય છે અને ગટર જામ થવાની સમસ્યા પણ ઊભી થાય છે. સ્થાનિક રવિ સોની, મનોજ ઉપાધ્યાય અને જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અગાઉ મુકાયેલી કેટલીક કચરાપેટીઓ તોડી નાખી હતી અને જવાબદાર લોકો સામે કાર્યવાહી પણ થઈ નથી. તેમનું કહેવું છે કે, શહેરના મુખ્ય રસ્તાઓ પર દર 50-100 મીટરે ડસ્ટબિન મુકવામાં આવે, જાહેર બગીચા, નાસ્તાની લારીઓ અને કોમ્પલેક્ષ આગળ મોટા ડસ્ટબિન રાખવામાં આવે તથા નિયમિત સફાઈ થાય તો ગંદકીની સમસ્યા દૂર થઈ શકે. તેઓએ તંત્રને યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:પાલનપુર નગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદીમાં 97992 મતદારો,16662નો ઘટાડો
    Next Article
    સાંજે લિમિટ હટાવતાં રાહત:બપોર સુધી પેટ્રોલપંપો પર નો-સ્ટોકનાં બોર્ડ, બપોર પછી પેટ્રોલ મળતું થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment