Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:પાલનપુર નગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદીમાં 97992 મતદારો,16662નો ઘટાડો

    2 days ago

    પાલનપુર નગરપાલિકાની આવનારી ચૂંટણી માટે પ્રાથમિક મતદાર યાદી જાહેર થતા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો સામે આવ્યો છે. 2021ની ચૂંટણીમાં કુલ 1,14,654 મતદારો હતા, જે સામે હાલની સુધારેલી પ્રાથમિક યાદીમાં 97,992 મતદારો નોંધાયા છે. એટલે કે કુલ 16,662 મતદારો ઓછા થયા છે. ગત ચૂંટણીમાં પુરુષ મતદારો 59,457 અને મહિલા મતદારો 55,197 હતા, જ્યારે હાલની યાદીમાં પુરુષ 51,556 અને મહિલા 46,436 નોંધાયા છે. બંને કેટેગરીમાં ઘટાડો નોંધાયો છે, જેમાં મહિલા મતદારોમાં ઘટાડો થોડો વધુ છે. વોર્ડવાર જોતા લગભગ તમામ વોર્ડમાં મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. વોર્ડ નં.1માં 1,914 મતદારો ઘટ્યા છે, વોર્ડ નં.2માં 1,578નો ઘટાડો નોંધાયો છે. વોર્ડ નં.3માં 1,856 અને વોર્ડ નં.4માં 1,609 મતદારો ઓછા થયા છે. વોર્ડ નં.5માં 1478, વોર્ડ નં.6માં 2,146 અને 7માં 2,711 જેટલો ઘટાડો નોંધાયો છે. વોર્ડ નં.8માં માત્ર 1 મતદારનો ઘટાડો થયો છે, જે સૌથી ઓછો છે. જ્યારે વોર્ડ નં.11માં 1,041 મતદારો ઘટ્યા છે. કુલ મળીને તમામ વોર્ડમાં ઘટાડાનો સ્પષ્ટ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, કુલ મળીને, આ ઘટાડો ચૂંટણીના ટર્નઆઉટ અને પરિણામ બંને પર અસરકારક સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:બાળકો સાથે મહિલા ટ્રેન સામે પડતું મૂકે તે પહેલાં જ બચાવાઇ
    Next Article
    હાલાકી:પાલનપુરમાં સીટીલાઈટ,દિલ્હીગેટ, સિવિલ વિસ્તારમાં ગંદકીની સમસ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment