Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:બાળકો સાથે મહિલા ટ્રેન સામે પડતું મૂકે તે પહેલાં જ બચાવાઇ

    10 hours ago

    લીમખેડા રેલવે સ્ટેશન પર જ્યારે એક લાચાર માતા પોતાના બે માસૂમ બાળકો સાથે જીવન ટૂંકાવવા ટ્રેક પર ઉભી હતી, ત્યારે મોત અને જિંદગી વચ્ચે માત્ર ગણતરીની મિનિટોનું અંતર હતું પરંતુ પીપલોદ જનરક્ષક સેવા 112ની ટીમે સમયસૂચકતા વાપરી આ આત્મઘાતી કદમને નિષ્ફળ બનાવી એક હૃદયસ્પર્શી બચાવ કામગીરી કરી છે. લીમખેડા તાલુકાના પટવાણ ગામની 37 વર્ષીય વનિતાબેન ઘરેલુ કંકાસથી કંટાળી માનસિક તાણમાં આવી બે નાના બાળકો સાથે લીમખેડા રેલવે સ્ટેશનના ટ્રેક પર પહોંચી ગયા હતા. ટ્રેક પર ઉભેલી આ મહિલા અને બાળકોને જોઈ રેલવે સ્ટાફના રમેશભાઈ બારિયાના જીવ અધ્ધર થઈ ગયા. તેમણે જરાય વિલંબ કર્યા વગર ઇમર્જન્સી કોલ કર્યો હતો. કોલ મળતા જ પીપલોદ PCRની ટીમ જાણે કોઈ ફિલ્મી રેસ્ક્યુ ઓપરેશનની જેમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમ લીડર હેડ કોન્સ્ટેબલ મનોજ મુનિયા અને સાથીદારો ડ્રાઈવર ભાવસિંગભાઈ અને ઇન્ચાર્જ મનોજભાઈએ અત્યંત કુશળતાથી મહિલાને સમજાવી અને ટ્રેન આવે તે પહેલાં જ ત્રણે જીવને સુરક્ષિત રીતે ટ્રેક પરથી બહાર ખેંચી લેવામાં આવ્યા હતા. વનિતાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પતિ સાથેના વિવાદને કારણે હું ખૂબ જ ટેન્શનમાં હતી, એટલે આ પગલું ભરવા આવી હતી. મહિલાના ભાણિયા ઉમેશભાઈનો સંપર્ક કરી તેમને સ્થળ પર બોલાવ્યા. પ્રોફેશનલ કાઉન્સેલિંગ બાદ માતા અને બંને બાળકોને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Outrage over razing Kakori martyrs’ statues, CM Yogi Adityanath orders FIR against firm
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:પાલનપુર નગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદીમાં 97992 મતદારો,16662નો ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment