Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદારોની સંખ્યામાં ઉછાળો:મહાનગરપાલિકા બન્યા બાદ અનેક ગ્રામપંચાયત ભળતાં શહેરી વિસ્તારના ક્ષેત્રફળમાં વધારો થતાં મતદારોની સંખ્યામાં પણ ઉછાળો

    12 hours ago

    નગર પાલિકામાંથી મહાનગર બનેલા મોરબીમાં 10 ગ્રામ પંચાયત ભળ્યા બાદ તેના વિસ્તારમાં વધારો થવાની સાથે મતદારોની સંખ્યામાં ઉછાળો છે. મનપાના નવા સીમાંકન મુજબ નવી ભળેલી પંચાયતોમાં નવા વોર્ડ બનાવવાના બદલે 13 વોર્ડમાં જ સમાવવામાં આવ્યા છે, બીજી તરફ વોર્ડ રચનામાં પણ ફેરફાર થયો છે. જેમાં અગાઉ મોરબીના પશ્વિમ ભાગમાં 11 વોર્ડ અને પૂર્વ ભાગમાં 2 વોર્ડ હતા હવે મોરબી પશ્ચિમ ભાગનો એક વોર્ડ ઘટાડો કરી પૂર્વમાં એક વોર્ડ વધારો કરાયો છે. હાલ મોરબીના પૂર્વ ઝોનમાં સામાંકાઠા વિસ્તારની સાથે નવી ભળેલી મહેન્દ્રનગર (ઇન્દિરાનગર) ત્રાજપર, માળિયા વનાળીયા, ભડિયાદ (જવાહરનગર)નો સમાવેશ કરી એક વોર્ડ વધારો કરાયો છે અને પશ્ચિમ ભાગમાં એક વોર્ડ ઘટાડો કરી 10 વોર્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમાં લીલાપર રવાપર શનાળા, નાની વાવડી, અમરેલી સહિતની પંચાયત નો સમાવેશ કરવામાં આવતા મતદારોની સંખ્યામાં મોટા પાયે ફેરફાર થયો છે. રાજ્યની વિવિધ નગરપાલિકા મહાનગર પાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા હવે વહીવટદાર શાસન લાગુ થયું છે અને હવે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખ નજીકના સમયમાં જાહેર થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. એસઆઈઆરની કામગીરી આટોપી લેવાયા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઝડપથી નવી પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે અને તે મતદાર યાદી જાહેર થઈ ચુકી છે. નવી યાદી મુજબ, કુલ 13 વોર્ડમાં 2,08,470 મતદારો થાય છે. આ 2,08,470 મતદારોમાં 1,08,579 પુરુષ મતદારો અને 99088 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ગત 2021માં યોજાયેલી પાલિકાની ચૂંટણી મુજબ જોઈએ તો 57,819 મતદારોનો વધારો થયો છે. જો કે મોરબી મહાપાલિકા બન્યા બાદ તેમાં ભેળવેલી 10 ગ્રામ પંચાયતમાં ગામના નાગરિકો જ સૌથી મોટું પરીબળ હોવાનું સામે આવ્યું છે. મોરબી નગરપાલિકાની 2021 થયેલી ચૂંટણી દરમિયાન 1,50,651 મતદારો નોંધાયેલા હતા જેમાં 78,331 પુરુષ મતદારો જયારે 72,330 સ્ત્રી મતદારો હતા. 13 વોર્ડમાં સરેરાશ મતદારની સંખ્યા જોઈએ તો તે 16 હજાર જેટલી થઇ રહી છે. ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનેલી ટંકારાપાલિકામાં આ વર્ષ પ્રથમ વખત ચૂંટણી થવાની છે અને તેમાં પણ 6 વોર્ડ અને 24 સભ્યો રહેશે. ટંકારા નગરપાલિકા માં 5092 પુરુષ મતદાર અને 4839 સ્ત્રી મતદારો મળી 9931 મતદારો નોંધાયા છે. મોરબી નગરપાલિકા વખતે 13 વોર્ડ માટે 150651 મતદારો હતા એટલે કે વોર્ડના સરેરાશ મતદારોની સંખ્યા 11,500 આસપાસ હતી. જો કે 5 વર્ષ બાદ મનપામાં નવા વિસ્તાર ભળવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં થયેલું સ્થળાંતર સરેરાશ મતદારોની સંખ્યામાં વધારો થવાનું મુખ્ય કારણ છે. જોકે હજુ સુધી મનપા દ્વારા વોર્ડ દીઠ મતદાર સંખ્યા અંગેની યાદી જાહેર ન કરવામાં આવતાં ક્યા વોર્ડમાં કેટલો વધારો અને ક્યાં કેટલો ઘટાડો થયો અને એક વોર્ડને બીજા વોર્ડમાં ભેળવી દેવાતા તેમાં શું ફેરફાર થયો તે અંગે હજુ તથ્યપૂર્ણ માહિતી મળ્યા બાદ જ સામે આવી શકશે. મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં 13 વોર્ડ અને 52 સભ્યો માટે હાલ 205 મતદાન મથક રહેશે. જે મતદારો વધ્યા છે તે હજુ વોર્ડ વાઇઝ વધારો જાહેર ન કરાયો હોવાથી હાલના સંજોગોમાં તો 13 વોર્ડ અને 52 સભ્ય માટે નિશ્ચિત 205 મતદાન મથક યથાવત રાખવામાં આવ્યા હોવાનું વહીવટી તંત્રે જાહેર કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    સમાજમાં રોષ:શારદાપીઠ કોલેજના પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી પોસ્ટથી યાત્રાધામ દ્વારકામાં ઉગ્ર વિરોધ
    Next Article
    સ્થાનિક અર્થતંત્ર વેરવિખેર:મોરબીમાં સિરામિક ઉદ્યોગના શટડાઉનથી બે હજારથી વધુ ટ્રેડર્સ-સામાન્ય ધંધાર્થીઓની માઠી બેઠી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment