Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમાજમાં રોષ:શારદાપીઠ કોલેજના પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી પોસ્ટથી યાત્રાધામ દ્વારકામાં ઉગ્ર વિરોધ

    13 hours ago

    યાત્રાધામ દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સંચાલિત પ્રસિદ્ધ શારદાપીઠ કોલેજના એક પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે વિવાદ ઉભો થયો છે. પ્રોફેસર દ્વારા કથિત રીતે સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક અને ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી પોસ્ટ મૂકવામાં આવી હોવાનો આક્ષેપ થતા હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલો બહાર આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને પગલે મંગળવગારે દ્વારકાના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ વિરોધ રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો રેલી માં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રેલી બાદ સંગઠનના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સંગઠનોએ પોતાના આવેદનમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત વ્યક્તિ દ્વારા કોઈપણ ધર્મ અથવા સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. આવા નિવેદનો અને પોસ્ટો સમાજમાં વૈમનસ્ય અને તણાવ પેદા કરી શકે છે, તેથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. આ ઉપરાંત સંગઠનોએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, જેમાં પ્રોફેસર વિરુદ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી, સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ, ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સખત માર્ગદર્શિકા અને શૈક્ષણિક સંસ્થામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ઘટનાને લઈને શહેરમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઘણા લોકો દ્વારા સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ સ્થાનિક પ્રશાસન દ્વારા મામલાની નોંધ લઈ જરૂરી તપાસ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. હાલ સમગ્ર પંથકની નજર આ મામલે આગળ શું પગલાં લેવાશે તે પર ટકી છે. પ્રવૃત્તિ ચિંતાજનક, ઉંડી તપાસ થવી જોઈએ... હિન્દુ સંગઠનના પ્રમુખ ગિરધર જોશીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ હિન્દુ સમાજના હોવા છતાં આવા વિચારો ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ ચિંતાજનક છે. તેમણે જણાવ્યું હતું કે પ્રોફેસરની માનસિકતા અને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પ્રવૃત્તિઓ ની ઊંડી તપાસ થવી જોઈએ અને જવાબદારી નિર્ધારિત કરી યોગ્ય પગલાં લેવામાં આવે. મુખ્ય ટ્રસ્ટી શંકરાચાર્યજીને આવેદન સુપ્રત કરાશે હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવ્યું છે.આ કોલેજ ટ્રસ્ટની હોય આ આવેદનપત્ર કોલેજના મુખ્ય ટ્રસ્ટી શંકરાચાર્યજીને સુપ્રત કરવામાં આવશે. જેમાં શંકરાચાર્યજી દ્વારા જે કંઈ પગલા લેવાશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. - સંદીપ વાઢેર, પ્રિન્સિપાલ, શારદાપીઠ કોલેજ, દ્વારકા.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:અમરેલી ખાતે હિન્દુ સંમેલનના જમણવારમાં યુવાન પર હુમલો
    Next Article
    મતદારોની સંખ્યામાં ઉછાળો:મહાનગરપાલિકા બન્યા બાદ અનેક ગ્રામપંચાયત ભળતાં શહેરી વિસ્તારના ક્ષેત્રફળમાં વધારો થતાં મતદારોની સંખ્યામાં પણ ઉછાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment