Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:અમરેલી ખાતે હિન્દુ સંમેલનના જમણવારમાં યુવાન પર હુમલો

    2 days ago

    અમરેલીના ચક્કરગઢ રોડ વિસ્તારમાં વિશ્વ હિન્દુ સંમેલનના જમણવાર કાર્યક્રમ દરમિયાન એક યુવાન પર હુમલો કરી જાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. અમરેલીના ચક્કરગઢ રોડ પર શુભ લક્ષ્મીનગર વિસ્તારમાં કિરણબેન પટેલના મકાનમાં ભાડેથી રહેતા અને મૂળ રાજુલાના ચિરાગ દીપકભાઈ બાબરીયા (ઉં.વ.23) હિન્દુ સંમેલનમાં જમવા ગયા હતા. જ્યાં પોતાનું બાઇક પાર્ક કરવા જતા હતા ત્યારે એક શખ્સ સ્કૂટર લઈને ત્યાંથી પસાર થતો હતો તે સમયે અહીંથી ગાડી આમ લે કહી અપશબ્દો બોલી અપમાનીત કર્યાની તેઓએ ફરિયાદ આપી છે. ફરિયાદ મુજબ ચક્કરગઢ રોડ પર રહેતા ચિરાગભાઈ હિન્દુ સંગઠનના એક કાર્યક્રમમાં જમવા ગયા હતા, જ્યાં તેઓ પિતાનું બાઇક પાર્ક કરવા જતા હતા તે દરમિયાન ત્યાં શિવકુ નામનો શખ્સ સ્કૂટર લઈને ત્યાંથી નીકળ્યો હતો, અને આ તારી ગાડી લઈલે કહી અપશબ્દો બોલી જતો રહ્યો હતો, બાદમાં જમવામાટે લાઇનમાં ઊભા હતા ત્યારે તે શખ્સ ફરી આવ્યો અને આ લોકોને અહીં કોણે જમવા બોલાવ્યા છે કહી ચિરાગભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. આ દરમિયાન ટોળું ભેગું થતા બે અજાણ્યા શખ્સો પણ ત્યાં આવી ગયા હતા, અને શિવકુ સહિત બે અજાણ્યા મળી ત્રણેયએ મળી માર મારી, છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે અમરેલી પોલીસે શિવકુ અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે:જિલ્લા પંચાયતની 6, તાલુકાની 11 બેઠકો માટે આપના ઉમેદવાર જાહેર
    Next Article
    સમાજમાં રોષ:શારદાપીઠ કોલેજના પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી પોસ્ટથી યાત્રાધામ દ્વારકામાં ઉગ્ર વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment