Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક અર્થતંત્ર વેરવિખેર:મોરબીમાં સિરામિક ઉદ્યોગના શટડાઉનથી બે હજારથી વધુ ટ્રેડર્સ-સામાન્ય ધંધાર્થીઓની માઠી બેઠી

    10 hours ago

    રવિ બરાસરા બે દેશો વચ્ચેના ભીષણ યુદ્ધે વિશ્વની ટોચે પહોંચેલા મોરબીના સીરામીક ઉદ્યોગને ફરી કોરોના કાળ જેવી ભયાનક પરિસ્થિતિમાં ધકેલી દીધો હોય તેમ યુદ્ધને કારણે ગેસની કટોકટીથી સિરામીકના 90 ટકા એટલે 600 કારખાના બંધ થવાથી માર્કેટનું અર્થતંત્ર ખોરવાઇ ગયું છે. આ શટડાઉનથી સિરામીક ટ્રેડિંગનો વ્યવસાય કરતા 2 હજાર વેપારીઓ અને સામાન્ય ધંધાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ છે. જેમાં રંગપર-બેલા, પીપળીથી માટેલ અને મોરબીથી ઉંચી માંડલ, જુના ઘૂંટુ રોડ, લખધીર પુર રોડ એમ આશરે 40 કિમીમાં છૂટા છવાયેલા ફેલાયેલા સિરામીક ઝોનમાં મજૂરો માટે ચા-પાણી, નાના-માવા, નાસ્તાની અસંખ્ય કેન્ટીન આવેલી છે. યુદ્ધને કારણે મોટાભાગની કેન્ટીન બંધ થઈ જતા આ કેન્ટીન ચલાવતા સામાન્ય ધંધાર્થીઓનું ઘરનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા ટ્રેડર્સ નિશાંતભાઈ પ્રજાપતિએ કહ્યું હતું કે, મોરબીમાં ટાઇલ્સના વેપાર સાથે 2 હજાર ટ્રેડર્સ સંકળાયેલા છે. વેપારીઓનું સીરામીક કારખાના સાથે સંકલન હોય એટલે ત્યાંથી ગાડી ભરીને આવેલા ઓર્ડર મુજબ ડોમેસ્ટિક, એક્સપોર્ટ કરીને કમિશનથી ઘરનું ગુજરાન ચલાવે છે. પણ હવે સિરામીકનું પ્રોડકશન જ બંધ થઈ ગયું હોય તો ટાઇલ્સ ક્યાંથી મળે ? જેટલી ટ્રેડિંગની દુકાનો, સિરામીક ઝોન છે. તે અત્યારે એકદમ સુમસામ છે. અમુકને જ જૂનો થોડોક સ્ટોક પડ્યો હોય તો એ કામચલાઉ રૂપે ધંધો ચલાવે છે. હાલ તો બધાને કારખાના ચાલુ થાય પછી જ ઓર્ડર પુરા કરવાનું કહી દેવાયું છે. માલ દેવા જાય તો ડીઝલનો ખર્ચ માથે પડે મોરબીમાં જંકફૂડ અને નમકીનના સામાન્ય ધંધાર્થી લાલજીભાઈ અજાણાએ કહ્યું હતું કે, તેમના ધંધાનો મુખ્ય આધાર સિરામીક ઝોન જ છે. 40 કિમીમાં ફેલાયેલા ઝોનમાં રોજ સવારથી સાંજ ગાડી લઈને ફરીને વેફર્સ, નમકીન, નાસ્તાની ચીજવસ્તુઓ, શુદ્ધ પાણીની બોટલો, ફરસાણ, ઠંડાપીણાં, સહિતની વસ્તુઓ કેન્ટીનોમાં પહોંચાડે છે, એકમો બંધ થતાં આખો દિવસ ગાડી લઈને હડિયાપટ્ટી કરવા છતાં 20 ટકા ધંધો થતો નથી. મીઠાઈ અને ફરસાણનો 70 ટકા ધંધો ઘટ્યો મોરબીમાં મીઠાઈ ફરસાણનો ધંધો કરતા ધંધાર્થી વિજય વડાવીયા કહે છે કે, તેઓ જાતે ગુંદીના લડવા, ગાંઠિયા, ફાફડા સહિત મીઠાઈ ફરસાણ બનાવીને એકલા હાથે માલ ગાડીમાં ભરીને સીરામીક ઝોન ગણાતા રંગપરથી માટેલ સુધી કારખાનામાં આવેલી ચા, પાણી, નાસ્તાની કેન્ટીનો, હાઇવેની કેન્ટીનોમાં રોજ સરેરાશ 300થી 400 કિલો મીઠાઈ ફરસાણ પહોંચાડે છે. આ રીતે જે 100 ટકાનો રોજનો ધંધો હતો એમાં કારખાના બંધ થવાથી કેન્ટીનો બંધ થઈ ગઈ હોવાથી 70 ટકાનો કાપ મુકાયો છે, હાલ 30 ટકા જ ધંધો થાય છે.
    Click here to Read More
    Previous Article
    મતદારોની સંખ્યામાં ઉછાળો:મહાનગરપાલિકા બન્યા બાદ અનેક ગ્રામપંચાયત ભળતાં શહેરી વિસ્તારના ક્ષેત્રફળમાં વધારો થતાં મતદારોની સંખ્યામાં પણ ઉછાળો
    Next Article
    Meta Ordered To Pay $375 Million Over Child Exploitation, User Safety Claims

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment