Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:પૂર્વ કચ્છ શિક્ષણ અધિકારીની કચેરી નવા સત્રથી કાર્યરત થાય તેવી શક્યતા

    6 days ago

    દેશના સૌથી મોટા ભૌગોલિક વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં વહીવટી સરળતા રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનું વિભાજન કરવાનો નિર્ણય લેવાયો છે. પશ્ચિમ કચ્છનું સંચાલન ભુજથી યથાવત રહેશે, જ્યારે પૂર્વ કચ્છ માટે અંજાર ખાતે નવી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મંજૂર કરાઈ છે. દોઢ વર્ષ અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી અપાયા બાદ નવેમ્બર 2025માં વહીવટી મંજૂરી મળી છે. જ્યાં સુધી નવી ઇમારત ન બને ત્યાં સુધી અંજાર ખાતે શેઠ ડીવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પૂર્વ કચ્છની નવી શિક્ષણ અધિકારીની કચેરી શરૂ કરવા હાલ તબક્કે તજવીજ શરૂ કરાઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાફની ફાળવણીના હુકમ થતાની સાથે આ કચેરી વિધિવત રીતે કાર્યરત થશે. સંભવત: નવા શૈક્ષણિક સત્રથી નવી કચેરી શરૂ કરવાનું આયોજન છે અને વેકેશનમાં હુકમ થઈ જાય તેવી ગણતરી છે. તાજેતરમાં વાવ-થરાદમાં નવા ડીઇઓનો હુકમ કરાયો છે જેથી અંજાર સહિત 6 નવા ડીઇઓનો પણ ટૂંક સમયમાં હુકમ થાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. નવેમ્બરના હુકમ મુજબ, ભુજની હાલની શિક્ષણ અધિકારીની કચેરીમાં કુલ 37 જગ્યા મંજુર છે જેમાં 21 ભરાયેલી અને 16 ખાલી છે. વિભાજનથી ભુજની કચેરીમાં સ્ટાફ 20 અને અંજાર કચેરીમાં 17 થશે.અંજારની કચેરીમાં નવા ડીઇઓ આવશે. વિભાજન થતા કચેરીને ફાળવાયેલ મહેકમ વિગત અંજાર ભુજ > શિક્ષણ નિરિક્ષક 2 2 > હિસાબી અધિકારી 0 1 > કનિયાન અધિક્ષક 1 0 > મ.શિક્ષણ નિરીક્ષક 3 5 > મુખ્ય કારકુન 1 0 > શ્રેયાન કારકુન 5 5 > જુનીયર કારકુન 3 3 > પ્યુન 2 5 અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમના વિભાજનમાં સમગ્ર રાજ્યમાં હુકમ અટક્યો શિક્ષણ વિભાગ દ્વારા 17 નવેમ્બર 2025 ના ગુજરાતમાં નવી છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મંજૂરી કરાઈ હતી.જેમાં પૂર્વ કચ્છ અંજાર, અમદાવાદ શહેર પૂર્વ વિભાગ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગર ગ્રામ્ય ખાતે ડીઇઓ કચેરી મંજુર કરાઈ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં પુર્વ અને પશ્ચિમ કચેરી અલગ કરવાના આયોજનમાં હદ નક્કી કરવા મુદ્દે વિચારણા ચાલી રહી છે. અમદાવાદનો વહીવટી પ્રશ્ન ઉકેલાતાની સાથે રાજ્યમાં નવી મંજૂર થયેલી 6 કચેરીમાં સ્ટાફ નિમણુંક માટે એકસાથે હુકમો કરવામાં આવે તેવી શક્યતા છે. પૂર્વ કચ્છમાં 258 સ્કૂલો, પશ્ચિમમાં 329 પૂર્વ કચ્છની નવી અંજાર શિક્ષણ અધિકારીની કચેરીમાં અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ એમ ચાર તાલુકાની ધો.9 થી 12ની કુલ 258 સ્કૂલો રહેશે.જ્યારે પશ્ચિમ કચ્છમાં ભુજ, અબડાસા, નખત્રાણા, લખપત, માંડવી અને મુન્દ્રા એમ 6 તાલુકામાં 329 સ્કૂલોનો સમાવેશ થશે. વિભાજન થતા સરકારી શાળાના મહેકમમાં પણ બદલાવ આવશે પૂર્વ કચ્છ જિલ્લામાં વર્ગ-2ના 29 આચાર્ય અને 402 શિક્ષક જ્યારે પશ્ચિમ કચ્છમાં 39 આચાર્ય અને 435 મદદનીશ શિક્ષક/ શિક્ષણ સહાયક રહેશે. બોર્ડમાં પણ અલગ ઝોન, ભુજનો ધક્કો બચશે ખાસ કરીને વાગડ અને પૂર્વ કચ્છના અંતરિયાળ વિસ્તારોમાંથી નાના-મોટા વહીવટી કામો માટે ભુજ સુધી આવતા શિક્ષકો અને શાળા સંચાલકો માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે. ધોરણ 9 થી 12ની શાળાઓના સંચાલન માટે નવી કચેરી શરૂ થતા બોર્ડની કામગીરી પણ અલગ થશે અને આગામી સમયમાં અંજાર કચેરી હેઠળના વિસ્તારોના પરિણામો પણ અલગથી જાહેર થઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:ધામાય, આમારાના ખેડૂતો સાથે 96 લાખની ઠગાઈ, છેલ્લા 10 વર્ષથી માલ ખરીદી કર્યા બાદ રૂપિયા ચુકવવા વાયદા જ કર્યા
    Next Article
    સફળતાપૂર્વક ગેસ પુરવઠો જાળવી રાખ્યો:47,600 મેટ્રિક ટન LPG સાથેનું જહાજ કાલે કંડલા આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment