Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:ધામાય, આમારાના ખેડૂતો સાથે 96 લાખની ઠગાઈ, છેલ્લા 10 વર્ષથી માલ ખરીદી કર્યા બાદ રૂપિયા ચુકવવા વાયદા જ કર્યા

    4 days ago

    નખત્રાણા તાલુકાના ધામાય અને આમારા ગામના છ ખેડૂતો સાથે દેશલપર(ગું)ની વેપારી પેઢીએ એરંડાનો પાક ખરીદી રૂપિયા 96.44 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોધાઇ છે. છેલ્લા દસ વર્ષથી આરોપીઓએ માલ ખરીદ્યા બાદ વાયદાઓ કરી છેતરપિંડી આચરતા ચાર વેપારી સામે અલગ અલગ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ધામાય ગામના ફરિયાદી જેશાભાઈ કાનાભાઈ આહિરે નખત્રાણા પોલીસ મથકે આરોપી વેપારી હિતેશ વિઠ્ઠલદાસ બારૂ, કનૈયાલાલ વિઠ્ઠલદાસ બારૂ, વિરલ જમનાદાસ બારૂ અને સાવન કનૈયાલાલ બારૂ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાની ખેતીમાં ઉપજ થતા એરંડાના પાકની છેલ્લા દસ વર્ષથી દેશલપર(ગું)માં આવેલ ઠા.વેલજી વિઠ્ઠલદાસ નામની પેઢીમાં વેચાણ કરતા હતા. જેમાં ફરિયાદીએ વર્ષ 2016 થી 2021 સુધીના સમયગાળા દરમિયાન 27.27 લાખના એરંડાનો વેચાણ કરેલો હતો. જેમાંથી 9.70 લાખ આપી બાકીના 17.57 લાખ પેઢીમાં જમા રાખ્યા હતા. આ ઉપરાંત ફરિયાદીના દીકરા નથુભાઈએ 52 લાખના એરંડા આપેલા હતા જેમાંથી 9.86 લાખ આપી દીધા હતા અને 42.16 લાખ જમા રાખેલા હતા. તેમજ ફરિયાદીના બીજા દીકરા વેશુભાઈએ પણ 28.78 લાખના એરંડા આપેલા હતા જેમાંથી 22.85 લાખ લેવાના બાકી હતા. તેમજ આમારા ગામના ફરિયાદી વેરશીભાઈ કેશાભાઈ આયરે પણ ચારેય વેપારી સામે ગુનો નોધાવ્યો છે. જેમાં ફરિયાદીએ છેલ્લા નવ વર્ષ દરમિયાન આરોપીઓને 12.28 લાખના એરંડા આપેલા હતા. જેમાંથી 9.40 લાખ પેઢીમાં જમા રાખેલા હતા. તેમજ ફરિયાદીના ભાઈ ખેંગારભાઈ આહિરે 2.19 લાખના એરંડા વેચેલા હતા જેમાંથી 1.94 લાખ લેવાના બાકી હતા. જ્યારે ધનજીભાઈ આહિરે પણ ૩.28 લાખના એરંડા વેચેલા હતા જેમાંથી 2.50 લાખ લેવાના બાકી હતા. તમામ ખેડૂતોએ રૂપિયાની જરૂરીયાત ઉભી થતા આરોપીઓ પાસે માંગણી કરી હતી. ત્યારે આરોપીઓએ વાયદાઓ કરી પેઢી નુકસાનમાં હોવાનું કહી બહાના બનાવ્યા હતા રૂપિયા ન ચૂકવી ઠગાઈ આચરી હતી.સમગ્ર મામલે પોલીસે ચારેય વેપારી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવ વધારાની લાલચે રૂપિયા જમા રાખ્યા ધામાય અને આમારા ગામના ખેડૂતો દેશલપર(ગું)ની વેપારી પેઢીને છેલ્લા દસ વર્ષથી એરંડાના પાકનો વેચાણ કરતા હતા. આરોપીઓએ ખેડૂતોને રૂપિયાની જરૂર ન હોય તો પોતાની પાસે જમા રાખવાનું કહી ભાવ વધારો કરીને આપવાની લાલચ આપી હતી.જેથી ખેડૂતોએ પાકના રૂપિયા વેપારી પેઢીમાં જમા રાખ્યા હતા અને ઠગાઈનો ભોગ બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:બે વર્ષ લાગશે પણ હવે 80 સિટી બસો દોડશે ખરી!
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:પૂર્વ કચ્છ શિક્ષણ અધિકારીની કચેરી નવા સત્રથી કાર્યરત થાય તેવી શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment