Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફળતાપૂર્વક ગેસ પુરવઠો જાળવી રાખ્યો:47,600 મેટ્રિક ટન LPG સાથેનું જહાજ કાલે કંડલા આવશે

    1 week ago

    પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના વધતા તણાવ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી નાકાબંધી જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે સફળતાપૂર્વક ગેસ પુરવઠો જાળવી રાખ્યો છે. શિપિંગ મંત્રાલયના જણાવ્યા મુજબ, અગાઉ આવેલા ત્રણ મોટા જહાજો બાદ હવે વધુ બે ભારતીય LPG ટેન્કરો સુરક્ષિત રીતે યુદ્ધ ક્ષેત્રની બહાર નીકળી ભારત તરફ આગળ વધી રહ્યા છે. શિપિંગ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ સિન્હાએ આંતર-મંત્રાલય બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ભારતીય ધ્વજ ધરાવતા બે મોટા LPG કેરિયર જહાજો - ‘પાઈન ગેસ’ અને ‘જગ વસંત’ સુરક્ષિત રીતે હોર્મુઝની ખાડી પાર કરી ચૂક્યા છે. આશરે 47,600 મેટ્રિક ટન LPG સાથેનું ‘જગ વસંત’ 26 માર્ચના રોજ કંડલા (દીનદયાળ પોર્ટ) ખાતે પહોંચવાની સંભાવના છે. જ્યારે 45,000 મેટ્રિક ટન ગેસ સાથેનું ‘પાઈન ગેસ’ ૨૭ માર્ચની સવારે ન્યુ મેંગલોર પોર્ટ પર લાંગરશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દરિયામાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. હાલમાં પર્શિયન ગલ્ફમાં ભારતની માલિકીના 20 જહાજો છે, જેમાં 540 ભારતીય નાવિકો સવાર છે અને તે તમામ સાથે સંપર્ક જળવાયેલો છે. સ્થાનિક સ્તરે શું છે તૈયારી? દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા) અને મુન્દ્રા પોર્ટ દ્વારા ગેસ અને ઓઈલ ટેન્કરોને ‘પ્રાયોરિટી બર્થિંગ’ આપવાની સૂચના અપાઈ છે. જગ વસંતમાં રહેલો 47 હજાર ટનથી વધુનો જથ્થો કચ્છના કંડલા પોર્ટ પર ઉતર્યા બાદ પાઈપલાઈન અને ટેન્કરો દ્વારા ઉત્તર ભારત અને ગુજરાતના વિવિધ ગેસ પ્લાન્ટ્સમાં મોકલવામાં આવશે. કુલ સપ્લાય: અત્યાર સુધીમાં આ બે મોટા ભારતીય LPG કેરિયર્સ દ્વારા કુલ 92,500 MT (મેટ્રિક ટન) રાંધણ ગેસ ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યો છે. ક્રૂડ ઓઈલની આવક: આ સિવાય 17 માર્ચના રોજ ‘MT જગ લાડકી’ જહાજ આશરે 81,000 MT ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું. આગામી જહાજ: હવે પછીનું મહત્વનું જહાજ ‘જગ વસંત’આશરે 47,600 MT ગેસ સાથે 26 માર્ચ, 2026 ના રોજ કંડલા પોર્ટ પર પહોંચશે. જગ વસંત: 47,600 ટન LPG સાથે 26 માર્ચે કંડલા આવશે. પાઈન ગેસ: 45,000 ટન LPG સાથે 27 માર્ચે મેંગ્લોર પહોંચશે. રિઝર્વ સ્ટોક: ભારત પાસે 53 લાખ મેટ્રિક ટન પેટ્રોલિયમ ઉપલબ્ધ. સુરક્ષા: 20 ભારતીય જહાજો અને 540 ક્રૂ મેમ્બર્સ અત્યારે ગલ્ફમાં સુરક્ષિત.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:પૂર્વ કચ્છ શિક્ષણ અધિકારીની કચેરી નવા સત્રથી કાર્યરત થાય તેવી શક્યતા
    Next Article
    છેતરપિંડી:બેંક વેલ્યુઅરે બુટ્ટીમાં નકલી પેચ લગાવી 40 લાખની ઠગાઈ આચરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment