Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર 40 હજારથી વધુ દીવડાં પ્રગટાવ્યા:કચ્છના પશુપાલકોએ સરહદ ડેરીના ઉપક્રમે અનોખી રીતે શુભેચ્છા પાઠવી

    6 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છના સરહદી વિસ્તારોના પશુપાલક પરિવારો અને દૂધ ઉત્પાદકોએ અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી. સરહદ ડેરી દ્વારા સમગ્ર કચ્છમાં 40 હજારથી વધુ દીવા પ્રગટાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. પશુપાલકો અને દૂધ ઉત્પાદકોએ દીવા પ્રગટાવી વડાપ્રધાનના લાંબા આયુષ્ય અને દેશની પ્રગતિ માટે શુભકામનાઓ આપી. આ ખાસ કાર્યક્રમ કચ્છ જિલ્લાની 700થી વધુ દૂધ મંડળીઓ અને સરહદ ડેરીના ચાંદરાણી સ્થિત દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે યોજાયો હતો. ઘણી દૂધ મંડળીઓમાં મોટી સંખ્યામાં પશુપાલક પરિવારો જોડાયા. તેમણે પોતાના ગામ અને દૂધ મંડળીના પરિસરમાં દીવા પ્રગટાવ્યા. ચાંદરાણી પ્લાન્ટ ખાતેના મુખ્ય કાર્યક્રમમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ (રબારી), જિલ્લા રજિસ્ટ્રાર મેઘા અગ્રવાલ અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંગીતાબેન ભારડીયા હાજર રહ્યા. આ કાર્યક્રમમાં સરહદ ડેરી સાથે જોડાયેલા 1200થી વધુ પરિવારજનો પણ હાજર હતા. ચાંદરાણી પ્લાન્ટ ખાતે 4000થી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા. આ કાર્યક્રમ દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો માટે જન્મદિવસની શુભેચ્છા આપવા ઉપરાંત સામૂહિક એકતા દર્શાવવાનો પ્રયાસ હતો. કચ્છના સરહદી વિસ્તારોમાં પશુપાલન અને દૂધ વ્યવસાય સાથે જોડાયેલા ઘણા પરિવારો રહે છે. આ કાર્યક્રમમાં આવા પરિવારોને એક મંચ પર લાવી જન્મદિવસની ઉજવણીને લોકોની ભાગીદારી સાથે જોડવાનો પ્રયાસ કરાયો. હજારો દીવાની રોશની વચ્ચે પશુપાલક પરિવારોએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા આપી.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુર જીલ્લામાં છુટોછવાયો ધોધમાર વરસાદ:વહેલી સવારથી વાતાવરણ પલટાયું; પાવી જેતપુર અને બોડેલીના ખેડૂતો ખુશ
    Next Article
    ગોધરામાં બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ:શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશી છવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment