Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:માધાપરમાં જીવદયા કાર્યો હેતુ હાસ્ય દરબાર યોજાયો

    4 days ago

    માધાપરમાં તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ, કચ્છ દ્વારા જીવદયા નિમિત્તે જખ મંદિર ગ્રાઉંડ ખાતે હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાનો હાસ્ય દરબાર યોજાયો હતો. દીપ પ્રાગટ્યમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, RSS પ્રાંત અધિકારી નારણભાઈ વેલાણી, કચ્છ વિભાગ સંઘચાલક હિમંતસિંહ વસણ, કચ્છ ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, કચ્છ ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ પારૂલબેન કારા, જખ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટ્રી ચીમનભાઈ ગમારા, પ્રવીણભાઈ નંદુ, નરેશભાઇ શાહ, ભુજ ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ બરાડીયા, કવિઓ મહાજન પ્રમુખ જિગરભાઈ છેડા, વિનોદભાઇ પી. સોલંકી, માવજીભાઈ કે. સોરઠીયા, HJD કોલેજ ચેરમેન જગદીશભાઇ હાલાઈ, કિરણભાઈ કોટક તથા સહયોગી દાતાઓ જોડાયા હતા. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ પ્રમુખ અને જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ હિમતલાલ ખંડોરે સ્વાગત પ્રવચન તથા ટ્રસ્ટના વિવિધ ક્ષેત્રના સેવાકાર્યોની માહિતી આપી હતી. માધાપરમાં તેરા તુજકો અર્પણનું કાયમી કાર્યાલય સેવાકાર્યો માટે ધમધમી રહ્યું છે. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા જીવદયા કેન્દ્ર તથા સેવાકાર્યો માટે 1,01,000ના દાતાઓ હિંમતલાલ એમ. ખંડોર, પંકજભાઈ યાદવ, તારાચંદભાઈ છેડા, માવજીભાઈ કે. સોરઠીયા, ચીમનભાઈ ગમારા, પંકજભાઈ કોઠારી, જીગરભાઈ શાહ ગ્રુપ, જયભાઈ શાહ ગ્રુપ, જગદીશભાઈ હાલાઈ એચજેડી કોલેજ, છગનભાઈ સોની અશોકભાઈ સંઘવી, મનીષભાઈ મોરબીયા, વિનોદભાઈ સોલંકી, યજુવેન્દ્રસિંહ નિરંજનસિંહ રાઠોડ, આરતી કોન્સ્ટ્રક્શન બરોડા (જયંતીભાઈ) તેમજ 51,000, 25,000, 15,000, 11000, 5100, 2500ના દાતાઓ સહિત લોટના બાચકા, તેલના ડબ્બા, વિવિધ ખાદ્ય સામગ્રી માટે અનેક દાતાઓ દ્વારા દર મહિને સહયોગ મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં 25 લાખથી વધારે રોટલી શ્વાન માટે બનાવી નિઃશુલ્ક વિતરણ કરી સેવાભાવી વ્યક્તિઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં મોકલવામાં છે. જીવદયા કેન્દ્રને ત્રણ વર્ષ પૂર્ણ થતાં પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વિસ્તૃત બનાવવા તથા સમાજમાં આનંદ અને પ્રેરણા ફેલાવવા માટે હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા અને તેમના સાથી કલાકારો દ્વારા હાસ્ય દરબારનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમથી પ્રાપ્ત દાનરાશિ ટ્રસ્ટના વિવિધ સેવાકીય કાર્યો માટે ઉપયોગમાં લેવાશે. ટ્રસ્ટના કાર્યકર્તા દાદુભા ચૌહાણ, વિજય રાજપુત, રાણાભાઈ ડાંગર, દિપક ડાંગર, કુલદિપસિંહ ચૌહાણ, ગિરધરસિંહ વાઘેલા, પ્રકાશ શાહ, જીનેશ શેઠ, નિલય ગોસ્વામી, રાજેશ ઠક્કર, વસંત સોની, કલુભા વાઘેલા, નારણસિંહ જાડેજા વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન કેતન શાહે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રામકથા:મનના દર્પણને સ્વચ્છ કરીએ : મોરારી બાપુ
    Next Article
    ભાસ્કર વિશેષ‎:બે વર્ષ લાગશે પણ હવે 80 સિટી બસો દોડશે ખરી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment