Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામકથા:મનના દર્પણને સ્વચ્છ કરીએ : મોરારી બાપુ

    3 days ago

    માધાપર ખાતે ધીરેન મનજી દબાસિયા પરિવારના યજમાન પદે આયોજિત માનસ મુકુરાષ્ટક રામકથામાં મોરારી બાપુના વ્યાસપીઠથી કથા રસપાન થઈ રહ્યું છે ત્યારે રામકથાના ચોથા દિવસે બાપુ ગુરુની વંદના, ગુરુની પધરામણી, ગુરુ મહિમાના ગુણગાન ગાયા હતા. ગુરુના ચરણની રજ, તેમની ચેતના, તેમનો ભાવ આશિષ આપીને જ જાય છે તેમજ એવા ગુરુ જે સદગુરુને સાધ્યો હોય એની ચરણ રજ આપણા સૌના હૃદયના અરીસાને શુદ્ધ બનાવે છે. સાથે બાપુ 8 પ્રકારના દર્પણનું ઉલ્લેખ કર્યું હતું. યમુનાજીની સ્તુતિ સાથે સરિતા પવિત્ર હોય છે અને કબીર સાહેબને યાદ કરતા કબીર સતને છોડ્યું જ નથી. કચ્છના વખાણ કરતા કહ્યું કે મારો કચ્છડો તો રામાયણને પીવે છે. કચ્છ રામમય છે. રામકથામાં મહામંડલેશ્વર શિવરામ મોરબી, પિનાકીન મેઘાણી, અભેસિંહ રાઠોડ, દિગુભા ચુડાસમા, કવિ આલ, અનિલભાઈ ગજ્જર, પારૂલબેન કારા, જીણાભાઇ દાબાસિયા વગેરે સહિત સમગ્ર કચ્છ, ગુજરાત અને ઠેર ઠેરથી ભક્તો કથા શ્રાવણ કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 150 કારીગરો રસોઈમાં વ્યવસ્થામાં : 250 સેવાભાવી કાર્યકરો લોકોને જમાડી રહ્યા માધાપરમાં કથા શ્રવણ કરવા આવતા ભક્તો, શ્રોતાઓ માટે 24 કલાક ધમધમતુ મહા રસોડું બનાવવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિવિધ ભોજન પીરસવામાં આવે છે. સવારે ચા, કોફી, નાસ્તો, બપોરે-સાંજે ભોજન, બહાર ગામો આવતા શ્રોતાઓ માટે રાતવાસાની પણ વ્યવસ્થા કરાઈ છે. રસોડામાં 150 કારીગરો વિવિધ રસોઈ બનાવવામાં વ્યસ્ત રહે છે. હાલે રોજ 20થી 30 હજાર લોકો માટે રસોઈ બનાવવામાં આવે છે. માધાપર અને આસપાસના ગામોના લોકો રસોડા વ્યવસ્થામાં 250 કાર્યકરો સેવા આપી રહ્યા છે. હજી વધુ શ્રોતાઓ આવશે તે માટે પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નિર્ણય‎:સમૂહલગ્નમાં વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખી શકે
    Next Article
    આયોજન:માધાપરમાં જીવદયા કાર્યો હેતુ હાસ્ય દરબાર યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment