Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ણય‎:સમૂહલગ્નમાં વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખી શકે

    3 days ago

    ઉમિયા માતાજી ઇશ્વરરામજી ટ્રસ્ટ પ્રેરિત દેશલપર (વાંઢાય) વિસ્તાર સમૂહલગ્ન આયોજન સમિતિની સભા વાંઢાય ખાતે યોજાઇ હતી જેમાં આગામી આયોજન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકના અધ્યક્ષ સ્થાનેથી આયોજન સમિતિના પ્રમુખ રમેશભાઈ પોકારે જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષમાં માત્ર અખાત્રીજના જ 1170 દીકરા-દીકરીઓ લગ્નના પવિત્ર બંધને બંધાયા છે. આ વર્ષે નવા વર્ષથી લગ્ન નોંધણીનો પ્રારંભ કરાયો છે, તેમાં અત્યાર સુધી વ્યસન મુક્ત સંકલ્પબધ્ધ 15 યુગલો જોડાઈ ચૂક્યા છે. આ વર્ષે પણ વરરાજાએ ફેશનેબલ દાઢી રાખીને જોડાવાનું રહેશે નહીં. સમૂહલગ્નમાં જોડાનાર દરેક કન્યાને ચાંદીનો જુડો તેમજ વરને તલવાર દામજીભાઈ ધનજી હળપાણી પરિવાર દ્વારા ભેટ અપાશે. 5000/-થી ઉપરની નોંધ પત્રિકામાં તેમજ 25000/-થી ઉપરની રકમ આપનાર દાતા પરિવારનું સન્માન કરાશે. દીકરીઓને સરકારની યોજના સાત ફેરા તેમજ કુંવરબાઈનું મામેરું માટે લાભ અપાવવા સમિતિનો પ્રયાસ રહેશે તેવી જાણકારી નોંધણી સમિતિના કન્વીનર મનીષ ભાવાણીએ આપી હતી. સમૂહ લગ્નોત્સવના મુખ્ય યજમાન પુંજાભાઈ શિરવી તેમજ સંસ્થાના મહામંત્રી બાબુભાઈ ચોપડાએ સમૂહલગ્નમાં જોડાનારાએ પણ ઘરે વધારાનો ખર્ચ ન કરી અત્રે ઉપયોગી થવું જોઈએ તેમ જણાવ્યું હતું. દિનેશ સાંખલા, કિશોર રંગાણી તેમજ લક્ષ્મણભાઈ માવાણીએ સમિતિ દ્વારા વ્યસન તેમજ ફેશનેબલ દાઢી ઉપર પ્રતિબંધ મૂકી અન્ય માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે તેમ જણાવ્યું હતું. જયંતી પોકારે સમૂહ લગ્નમાં જોડાવાથી મા-બાપની ચિંતા ઘણી ઓછી થઈ જાય છે તેમ જણાવ્યું હતું. સભાના પ્રારંભે સ્વાગત સહમંત્રી રતિલાલ પોકારે કર્યું હતું. કામગીરીનો અહેવાલ મહામંત્રી પ્રાણલાલ રામજીયાણીએ આપ્યો હતો. સમૂહ લગ્નોત્સવના આયોજન અંગેની માહિતી મંત્રી જયંતી ચોપડાએ આપી હતી. આભારદર્શન શાંતિલાલ ભાવાણીએ કર્યું હતું. ખજાનચી ગંગારામ ચૌહાણ, આયોજન સમિતિના ટ્રસ્ટી સલાહકાર વાલજી ચોપડા અને વાલજી વેલાણી, મંત્રી કરમશી પોકાર, સહમંત્રી અશોક પ્રેમજીયાણી તેમજ 20 ગામના સમાજ, યુવક મંડળ, મહિલા મંડળ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નાગરિકોમાં રોષ:માંડવીમાં જાહેર માર્ગો પર નદી જેમ વહેતું ગંદુ પાણી
    Next Article
    રામકથા:મનના દર્પણને સ્વચ્છ કરીએ : મોરારી બાપુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment