Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગરિકોમાં રોષ:માંડવીમાં જાહેર માર્ગો પર નદી જેમ વહેતું ગંદુ પાણી

    3 days ago

    માંડવી શહેરમાં ફરી એકવાર ગંદકી અને ગટર સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં રુક્માવતી નદીમાં નોનવેજ વેસ્ટ ફેંકાતા નાગરિકોએ પાલિકા કચેરીએ જઈ રોષ વ્યક્ત કર્યો હતો, તે મામલો શાંત પણ ન થયો કે હવે તારામતી બાગ વિસ્તાર પાસે ગટરનું ગંદુ પાણી છેલ્લા પાંચ દિવસથી નદીની જેમ વહેતા નવી સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભુજ ઓક્ટ્રોય નજીક અને તારામતી બાગ આસપાસ આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી નીકળતો રસોડાનો કચરો ગટરમાં ઠાલવાતા ગટર લાઇન ચોકઅપ થઈ ગઈ છે. જેના કારણે સેન્ટર પોઇન્ટ વિસ્તાર પાસે રસ્તાઓ પર ગંદુ પાણી વહેતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે અને આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે. નાગરિકોએ આ બાબતે પાલિકા તંત્રને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વર્ષે 2024માં માંડવી શહેરમાં ઝાડા-ઉલટીના કેસો વધતા તા. 26 જૂનથી 25 જુલાઈ સુધી શહેરને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિને જોતા ફરી આવી સ્થિતિ સર્જાય તેવી ભીતિ નાગરિકોમાં વ્યક્ત થઈ રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂર્ણ થતા હાલ વહીવટદાર અને ચીફ ઓફિસર પર જ જવાબદારી હોવા કારણે લોકો તાત્કાલિક સફાઈ અને ગટર વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. નહીંતર રોગચાળો ફેલાય તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્ર પર રહેશે એવી ચેતવણી પણ શેરીજનોએ ઉચ્ચારી છે. 2024માં કોલેરાનો કેસ નોંધાયો હતો, એજ વિસ્તારમાં ગટરના પાણી માંડવીના ભુજ ઓક્ટ્રોય નજીકના વિસ્તારમાં વર્ષ 2024 દરમિયાન કોલેરાનો પોઝિટિવ પ્રથમ કેસ નોંધાયો હતો. હાલ એ જ વિસ્તારમાં ફરી ગટરનું ગંદુ પાણી નદીની જેમ વહેતા આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે.તાજેતરમાં સલાયા વિસ્તારના રહેવાસીઓએ પાલિકા કચેરીમાં ગટરનું ગંદુ પાણી ઠલવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.હવે સેન્ટર પોઇન્ટ વિસ્તારમાં ગટર સમસ્યા દૂર નહીં થાય તો વેપારીઓ દ્વારા પાલિકા સામે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે. અને આરોગ્ય વિભાગ આરામ કરતો હોય તેવું લાગી રહ્યું છે
    Click here to Read More
    Previous Article
    તપાસ:ખાવડાના પેટ્રોલ પંપ પર ડીઝલમાં પાણી હોવાથી કાર ખરાબીનો આક્ષેપ
    Next Article
    નિર્ણય‎:સમૂહલગ્નમાં વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખી શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment