Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:ખાવડાના પેટ્રોલ પંપ પર ડીઝલમાં પાણી હોવાથી કાર ખરાબીનો આક્ષેપ

    3 days ago

    ખાવડામાં આવેલા એક પેટ્રોલ પંપ પરથી પુરાવવામાં આવેલ ઈંધણમાં પાણી હોવાને કારણે ગ્રાહકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ બાબતે સોઢા ભગવાનસિંહ વિજરાજજી નામના વાહન ચાલકે જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. ગત માર્ચના રાત્રે 9:26 કલાકે ફરિયાદીએ પોતાના વાહન (નંબર GJ 12 FF 6992) માં ખાવડા સ્થિત HP પેટ્રોલ પંપ પરથી 2૦૦૦/- નું ડીઝલ ભરાવ્યું હતું. ડીઝલ ભરાવ્યાના થોડા જ સમય બાદ રસ્તામાં અચાનક ગાડી બંધ પડી ગઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ગાડીની ટાંકીમાં રહેલા ડીઝલમાં મોટા પ્રમાણમાં પાણી મિશ્રિત હતું. ફરિયાદીના જણાવ્યા અનુસાર, જ્યારે આ બાબતે પેટ્રોલ પંપના માલિકને રજૂઆત કરવામાં આવી, ત્યારે તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપવાને બદલે અસહકારપૂર્ણ અને ધમકીભર્યું વર્તન કર્યું હતું. માલિક દ્વારા “તમારાથી થાય તે કરી લો” જેવા શબ્દો વાપરીને ગ્રાહકને હાંકી કાઢવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરવામાં આવ્યો છે. વાહન ચાલક પાસે ડીઝલની રસીદ, UPI પેમેન્ટનો પુરાવો તેમજ ટાંકીમાંથી નીકળતા પાણીના ફોટોગ્રાફ્સ અને વીડિયો પુરાવા તરીકે ઉપલબ્ધ છે. ગાડી બંધ પડી જવાથી તેને ક્રેન દ્વારા ખેંચી જવી પડી હતી, જેના કારણે વધારાનો ખર્ચ અને માનસિક પરેશાની ભોગવવી પડી છે. આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશમીએ જણાવ્યું હતું કે અમને આ બાબતે ફરિયાદ મળી છે, ગઈકાલે ટીમને તપાસ માટે મોકલવામાં આવી હતી. પરંતુ પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો પૂર્ણ થઇ ગયો હોવાથી સેમ્પલ કેવી રીતે લેવું તેવી મુજવણ સર્જાઈ હતી. જો કે આ ફરિયાદ બાબતે યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધની અસર:ડીઝલના અભાવે એકલ-બાંભણકા માર્ગનું કામ બંધ
    Next Article
    નાગરિકોમાં રોષ:માંડવીમાં જાહેર માર્ગો પર નદી જેમ વહેતું ગંદુ પાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment