Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધની અસર:ડીઝલના અભાવે એકલ-બાંભણકા માર્ગનું કામ બંધ

    3 days ago

    ખડીરને ભચાઉ તાલુકાથી જોડતા ટૂંકા અંતરના એકલ-બાંભણકા માર્ગનું કામ યુધ્ધના કારણે સર્જાયેલી ડીઝલની અછતના કારણે બંધ કરી દેવાયું છે. જો યુધ્ધ લાંબું ચાલ્યું અને ચોમાસા પૂર્વે રોડ નિર્માણ કાર્ય પૂરૂં નહીં થાય તો માર્ગ ધોવાઇ જશે તેવી ભીતિ લોકોને સતાવી રહી છે. ગત ચોમાસે ખાબકેલા વરસાદથી રણમાં વિક્રમજનક રીતે પાણી ભરાઇ જવાથી આ રોડ તૂટ્યો હતો જેને રિપેર કરવામાં જ વધારાનો સમય નીકળી ગયો તેવામાં ફરી કામ બંધ થઇ ગયું છે. આ બાબતે બાંભણકાના પૂર્વ સરપંચ બહાદૂરસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, અમેરિકા-ઇરાન યુધ્ધની અસર એકલ-બાંભણકા માર્ગ પર જોવા મળી રહી છે. પૂર ઝડપે ચાલી રહેલા કામ પર હવે માત્ર ડામર પાથરવાનું બાકી છે ત્યારે ડીઝલની અછતે અડચણ ઉભી કરી છે. તંત્રના દાવા પ્રમાણે કોઇ તંગી નથી પણ જે વાહન કામમાં લેવાતું હોય તે જો છેક પેટ્રોલ પંપ સુધી ડીઝલ ભરાવા જાય તો સમય અને નાણાનો વ્યય થાય અને કામ કરનાર ઠેકેદારને પોષાય પણ નહીં. હાલની પરિસ્થિતિમાં કાળા બજાર ન થાય તે માટે પંપ પર ઇંધણ ભરાવાનો નિયમ બરોબર છે પણ સેંકડો વાહનો રોડના કામમાં રોકાયેલા હોઇ અને પેટ્રોલ પંપ પણ દૂર હોઇ યોગ્ય ખાતરી કરીને ટેન્કર ભરી દેવાની છૂટ આપવી જોઇએ. ચોમાસું નજીક આવતાં બન્યું બનાવેલું કામ માત્ર ડીઝલના અભાવે ધોવાઇ જશે તો સમય અને ખર્ચો પણ વધી જશે. 5 હજારથી 8 હજાર લિટર ડીઝલનો જથ્થો સંગ્રહિત રાખતા હતા, જે હવે મુશ્કેલ બન્યું જિલ્લામાં બેરલમાં ડીઝલ આપવાનું બંધ કરવાના પરિપત્ર બાદ સરકારી કામ કરતા કોન્ટ્રાક્ટરો માટે ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે. માર્ગ રીપેરિંગ અને નવીનીકરણના કામો પર સીધી અસર જોવા મળી રહી છે. ઠેકેદારોના જણાવ્યા મુજબ એક સામાન્ય પ્રોજેક્ટ માટે તેઓ અગાઉથી અંદાજે 5,000થી 8,000 લિટર ડીઝલનો જથ્થો સંગ્રહિત રાખતા હતા, જે કામ દરમિયાન ચારથી પાંચ દિવસમાં વપરાઈ જાય છે અને ત્યારબાદ ફરીથી બેરલમાં ભરાવવું પડતું હતું. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી છૂટક ડીઝલ વેચાણ પર પ્રતિબંધ લાગતા હવે મશીનરી ચલાવવી મુશ્કેલ બની રહી છે. કોન્ટ્રાક્ટરો કહે છે કે જો આગામી બે-ત્રણ દિવસમાં બેરલમાં ડીઝલ આપવાની છૂટ આપવામાં નહીં આવે તો રસ્તા, સિમેન્ટ રોડ અને ડામર કામો અટકી શકે છે. ખાસ કરીને જેસીબી, હિટાચી જેવી ભારે મશીનોને સતત ડીઝલની જરૂરિયાત રહેતી હોવાથી કામની ગતિ પર અસર પડી રહી છે. તેમજ પેવર મશીન અને ડામર પાથરવાના કામ માટે પણ ડીઝલ આવશ્યક છે. હાલની પરિસ્થિતિમાં ડીઝલ ઉપલબ્ધ ન હોવાથી ઘણા કામો ધીમી ગતિએ ચાલી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી છે કે સરકારી પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખીને બેરલમાં ડીઝલ પૂરવઠા માટે તાત્કાલિક રાહત આપવામાં આવે, નહિતર આગામી દિવસોમાં મોટા પાયે કામ બંધ થવાની શક્યતા છે. કામ વિલંબમાં પડવાની પૂરી શક્યતા એકલ-બાંભણકા રોડ પર એન્જિનિયર તરીકે કાર્યરત દીપક પટેલને ડીઝલની અછત અને કામ બંધ થઇ જવા વિશે પૂછતાં તેમણે કહ્યું કે, ડીઝલના અભાવે વાહનો કામ પર ચડ્યાં નથી અને વાહનોના થપ્પા લાગી ગયા છે. આ વિકટ સ્થિતિમાં જો કોઇ વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો રોડ નિર્માણનું કામ વિલંબમાં પડે તેવી પૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    2 વર્ષમાં વિકાસ કામો અંગે ‘શૂન્ય’ ફરિયાદ:ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ફંડના કામોમાં ગેરરીતિની રાવ નહીં !
    Next Article
    તપાસ:ખાવડાના પેટ્રોલ પંપ પર ડીઝલમાં પાણી હોવાથી કાર ખરાબીનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment