Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહીશો પરેશાન:ગિયોડ ગામમાં પાયાની સુવિધાનો અભાવ: ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

    2 days ago

    ગાંધીનગર જિલ્લાના ગિયોડ ગામના ગ્રામજનો દ્વારા ગામમાં વર્ષોથી ચાલી રહેલી મૂળભૂત સુવિધાઓની ગંભીર સમસ્યાઓ અંગે તંત્રને તાત્કાલિક પગલાં લેવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત છતાં આજદિન સુધી કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે. ગ્રામજનો મુજબ, ગામમાં મુખ્ય ગટરલાઈન ન હોવાને કારણે ગંદુ પાણી રસ્તાઓ પર વહે છે, જેનાથી દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનું પ્રમાણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે આરોગ્ય સંબંધિત જોખમ ઊભું થયું છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં બીમારીઓ ફેલાવાની ભીતિ વધી છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા પણ ગામમાં ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, જેનાથી આવન-જાવન મુશ્કેલ બને છે અને ઘણી વખત ઘરોમાં પાણી ઘૂસી જાય છે. આથી ગ્રામજનોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ ઉપરાંત, ગિયોડ (ઇન્દિરાનગર) થી વાસણા ચૌધરી ગામ અને ગિયોડથી હાલીશા ગામ સુધીના રસ્તાઓ જર્જરિત હાલતમાં છે. આ રસ્તાઓ પર રોજિંદા અવરજવર કરનારા લોકો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ગ્રાજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વિરોધ:ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસે મનપામાં નકલી નોટો ઉડાડી
    Next Article
    114 વર્ષ બાદ પણ અડીખમ:ડોસવાડા ડેમમાં માર્ચમાં પણ 68% જળરાશિ ઉપલબ્ધ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment