Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    114 વર્ષ બાદ પણ અડીખમ:ડોસવાડા ડેમમાં માર્ચમાં પણ 68% જળરાશિ ઉપલબ્ધ‎

    3 days ago

    દીપક શર્મા ​દક્ષિણ ગુજરાતના સોનગઢ પંથકમાં મીંઢોળા નદી પર આવેલો અને 114 વર્ષ જૂનો ડોસવાડા ડેમ આ વિસ્તાર ની ખેતી અને જળ સુરક્ષા માટે પાયા સમાન છે. માર્ચ મહિનામાં જ્યારે ઉનાળાની શરૂઆત થતા જ જળાશયોના સ્તર ઘટવા લાગે છે, ત્યારે ડોસવાડા ડેમમાં અત્યારે પણ 68 ટકા જેટલો પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે, જે સમગ્ર પંથક માટે ખૂબ જ સકારાત્મક સમાચાર છે. ડોસવાડા ડેમમાં આટલી મોટી માત્રામાં પાણીની ઉપલબ્ધતાને કારણે સોનગઢ -વ્યારા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા દરમિયાન પાણીની અછત વર્તાશે નહીં.ખાસ કરીને ખેડૂતો માટે આ ડોસવાડા ડેમ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે, કારણ કે ડેમમાં હાલ પૂરતું પાણી હોવાથી રવી પાક અને ઉનાળુ પાક માટે સિંચાઇની સુવિધા અવિરત મળી રહેશે. જ્યારે ખેતી માટે પાણી નિશ્ચિત હોય ત્યારે ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળે છે અને ખેડૂતો નિશ્ચિંત બનીને પોતાની ખેતી કરી શકે છે. તાપી જિલ્લા માટે ડોસવાડા ડેમ અતિ ઉપયોગી હોવાનું મુખ્ય કારણ એ છે કે તે માત્ર સિંચાઇ જ નહીં પરંતુ ભૂગર્ભ જળ સ્તર જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ડેમમાં પાણીનું સ્તર સારું હોવાને કારણે આસપાસના કુવાઓ અને બોરવેલમાં પણ પાણી જળવાઈ રહે છે, જેનાથી પીવાના પાણીની સમસ્યા પણ હળવી થાય છે. ​ ડેમના પાણીથી ઉનાળે પણ કૂવા- બોર રિચાર્જ રહેશે ડોસવાડા ડેમમાં અત્યારે પણ 68 ટકા જેટલું પાણી હોવાથી અમને મોટી રાહત થઈ છે. આ ડેમ માત્ર ખેતી માટે જ નહીં, પણ અમારા આખા પંથકની જળ સુરક્ષા માટે ખૂબ જરૂરી છે. ડેમમાં સારું પાણી હોવાને કારણે અમારા ખેતરોના કુવા અને બોરવેલમાં પણ પાણીના સ્તર ઉંચા આવ્યા છે. આ સકારાત્મક સ્થિતિને કારણે હવે ધોમધખતા ઉનાળામાં પણ અમને કે અમારા પશુઓને પીવાના પાણીની તંગી નહીં પડે. ફુલસિંગભાઈ ગામીત, ખાંજર સ્થાનિક ખેડૂત રવિ અને ઉનાળુ પાક માટે સિંચાઇની ચિંતા ટળી સોનગઢનો ડોસવાડા ડેમ માત્ર જળાશય નથી, પરંતુ તે વડોદરાના ગાયકવાડી શાસનની ઇજનેરી કળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે જે 114 વર્ષ બાદ પણ અડીખમ છે.
    Click here to Read More
    Previous Article
    રહીશો પરેશાન:ગિયોડ ગામમાં પાયાની સુવિધાનો અભાવ: ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી
    Next Article
    કચ્છમાં મહિલા સશક્તિકરણ:2 વર્ષમાં 33 હજારથી વધુ મિલકતો મહિલાના નામે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment