Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરોધ:ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસે મનપામાં નકલી નોટો ઉડાડી

    2 days ago

    ગાંધીનગર મહાનગરપાલિકામાં ક્લાસ-1 અધિકારી ઉપેન્દ્ર સુતરીયા 1 લાખની લાંચ લેતા પકડાયા બાદ સમગ્ર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચી ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રો પોકાર્યા હતા અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા. ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન સ્વરૂપે કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાની કચેરીમાં નકલી ચલણી નોટો પણ ઉડાડી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો મહાનગરપાલિકાની સેક્ટર-17 ખાતેની મુખ્ય કચેરીમાં સૂત્રો પોકાર્યા હતા. મેયર અને કમિશનરની ચેમ્બરમાં પ્રવેશતા અટકાવાતા તેઓ ત્યાં જ બહાર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી હતી. કોંગ્રેસે આવેદનપત્ર રજૂ કરી જણાવ્યું છે કે મહાનગરપાલિકાની કચેરીમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. રાજકીય છત્રછાયા હોવાથી અધિકારીઓ બેફામ બનીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. લોકોના કામ થતા નથી. રૂશ્વતખોરીમાં સંકળાયેલા ઉપરથી નીચે સુધીના અધિકારીઓની તપાસ કરવા અને ભ્રષ્ટાચાર રોકવાની માંગણી કરાઇ છે. કોંગ્રેસે મુખ્ય ગેટ પર બેનર લગાવી ભ્રષ્ટાચાર ભવન નામાભિધાન કરી દેવાયું હતું. પદાધિકારીઓની ગાડી પર પણ પોસ્ટરો ચોંટાડી દેવાયા હતા.
    Click here to Read More
    Previous Article
    સરકાર એકશન મોડમાં:નાગપુરની આયુર્વેદિક કોલેજમાં રેગિંગ મામલે 19 વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયા
    Next Article
    રહીશો પરેશાન:ગિયોડ ગામમાં પાયાની સુવિધાનો અભાવ: ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment