Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:કર્કવૃત્ત પરના ગામમાં ઊર્જાવૃદ્ધિ માટે અમદાવાદનાં વાસ્તુશાસ્ત્રીનું સંશોધન

    5 days ago

    સનાતન ધર્મમાં વાસ્તુને પણ દેવ માનવામાં આવે છે અને એનું એક વિશિષ્ટ શાસ્ત્ર છે. ભૂમિપૂજન એ પણ વાસ્તુશાસ્ત્રનો જ એક ભાગ છે અને ગૃહપ્રવેશ પહેલાં વાસ્તુ કરાવવાની પરંપરા પણ ચાલી આવે છે. જમીન કે મકાનનું વાસ્તુ યોગ્ય ન હોય તો અનેક પ્રકારની સમસ્યા આવતી હોય છે એ મિથ્યા નથી પરંતુ શાસ્ત્રવર્ણિત સત્ય છે અને એ સત્યનો આધાર રાખીને અમદાવાદ રહેતા રાજ્યના પ્રથમ વાસ્તુ ટીચર ત્રિશલા શેઠે દેશના વાસ્તુની યોગ્યતા અંગે સંશોધન આદર્યું છે. મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં આવેલું કરૌંદી ગામ વાસ્તુની દૃષ્ટિએ દેશનું કેન્દ્રબિંદુ છે. કર્કવૃત્ત પર આવેલા કરૌંદી ગામને ભારત સરકારે દેશનું મધ્યબિંદુ જાહેર કર્યું છે. અને એટલે ભારતીય વાસ્તુ મહાસંઘ અને ફાઇવ સ્ટાર વાસ્તુ સમૂહની સાથે મળીને ત્રિશલા શેઠની આગેવાનીમાં દેશના 16 વાસ્તુવિદે 14 માર્ચે આ ગામની યાત્રા કરી હતી. અહીં નીવડેલા વાસ્તુશાસ્ત્રીઓેએ કેન્દ્રબિંદુનું અધ્યયન અને સંશોધન કર્યું હતું. વાસ્તુશાસ્ત્રનાં અત્યાધુનિક સંસાધનોથી આ સ્થળની ચકાસણી કરાઈ હતી અને ઊર્જાની ઊણપ ક્યાં છે તથા ઊર્જાવૃદ્ધિ માટે કેવા અને કયા ઉપાયો કરવા જોઈએ એ વિશે વિસ્તૃત અહેવાલ તૈયાર કરાયો છે. આ અહેવાલ હવે કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે. ગામમાં ઝંડાવંદન, શંકુસ્થાપન, વાસ્તુમંડળના દેવતાઓનું પૂજન અને વાસ્તુ ચાલીસાનું વિમોચન જેવાં કાર્યો પણ કરાયાં હતાં. વાસ્તુવિદ્ ત્રિશલા શેઠનું કહેવું છે કે વૈદિક વાસ્તુના પ્રાચીન ગ્રંથો અનુસાર કોઈ પણ સ્થળનું કેન્દ્રબિંદુ સંવેદનશીલ હોય છે અને ત્યાંથી જ સર્વત્ર ઊર્જા પ્રસરતી હોય છે. આથી એ કેન્દ્રબિંદુની ઊર્જા વધારવામાં આવે તો સંબંધિત વિસ્તારની ઊર્જામાં પણ વધારો થતો હોય છે. આ જ નિયમને અનુસરીને ભારતના બ્રહ્મબિંદુને ઊર્જાવાન કરવાનો પ્રયાસ કરવાના ભાગરૂપે આ સંશોધન કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:વિદાયમાં પણ ઉજાસ : 1912 દિવસમાં સિવિલને 1 હજાર અંગોનું દાન મળ્યું, 745 દર્દીને નવજીવન મળ્યું, દર બે દિવસે સરેરાશ 1 અંગ મળે છે
    Next Article
    મહોત્સવનું આયોજન:થલતેજના સાઈધામ મંદિરમાં 2 વર્ષ પછી નવા મંદિરમાં રામનવમીએ જ રામલલાનું આગમન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment