Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:વિદાયમાં પણ ઉજાસ : 1912 દિવસમાં સિવિલને 1 હજાર અંગોનું દાન મળ્યું, 745 દર્દીને નવજીવન મળ્યું, દર બે દિવસે સરેરાશ 1 અંગ મળે છે

    5 days ago

    સિવિલ હોસ્પિટલમાં સંખેડાના રમેશ તડવી (60)નું બ્રેઇનડેડ થતાં પરિજનોએ 1 લિવર, 2 કિડની અને 2 આંખનું અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. જેનાથી સિવિલને અત્યાર સુધીમાં 1912 દિવસમાં 1 હજાર અંગોનું દાન ળ્યું છે. સરેરાશ બે દિવસે 1 અંગનું સિવિલને દાન મળે છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ કહ્યું કે, 27 ડિસેમ્બર 2020થી શરૂ થયેલા અંગદાનને 24 માર્ચે 5 વર્ષ-87 દિવસ પૂર્ણ થતાં 1 હજાર અંગ-પેશીનું દાન મળ્યું છે. જેના થકી જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરતા 745 દર્દીને નવજીવન મળ્યું છે. 2025માં હોસ્પિટલમાં 107 દર્દીને બ્રેઇનડેડ જાહેર કરાયા, જેમાંથી 48 પરિવારે અંગદાન માટે સંમતિ આપતા, લગભગ 45-50 ટકા પરિજનો અંગદાન માટે સંમત થાય છે. તો કિડની, લિવર અને હૃદય માટે લાંબું વેઇટિંગ હોવાથી વધુ લોકો આગળ આવે તેવી જરૂર છે. તાજેતરમાં મુસ્લિમ વેલ્ફેર સોસાયટીના આશરે 250 નેતા સાથે બેઠક યોજી અંગદાન સંબંધી ગેરમાન્યતા દૂર કરવાનો પ્રયાસ કરતા, મુસ્લિમ સમાજમાંથી 9 અંગદાન મળ્યાં છે. 1912 દિવસમાં 1000 અંગદાન; 745 દર્દીને મળ્યું નવજીવન, દર 2 દિવસે 1 દાન કિડની 608 દાન - 608 દર્દી હૃદય 52 દાન - 52 દર્દી લિવર 261 દાન - 261 દર્દી ચક્ષુદાન 55 દાન - 55 દર્દી ફેફસાં 24 દાન - 24 દર્દી બીજાનું અંગ કે લોહી લઇ શકીએ તો આપવું જોઇએ અમે લોકોને સમજાવીએ છીએ કે, જીવન-મૃત્યુની સ્થિતિમાં આપણે બીજાનું લોહી કે અંગ લઇએ છીએ, તો ખોટી ગેરમાન્યતામાંથી બહાર આવી પોતાના અંગનું દાન કરવું જોઈએ. ડો. રાકેશ જોષી, સુપરિન્ટેન્ડેન્ટ સિવિલ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:જંક્શનની ડિઝાઈનમાં ફેરફાર કરીને ચાર મોડેલથી પોલીસ ટ્રાફિકનું ભારણ ઘટાડશે
    Next Article
    ભાસ્કર વિશેષ‎:કર્કવૃત્ત પરના ગામમાં ઊર્જાવૃદ્ધિ માટે અમદાવાદનાં વાસ્તુશાસ્ત્રીનું સંશોધન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment