Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:જંક્શનની ડિઝાઈનમાં ફેરફાર કરીને ચાર મોડેલથી પોલીસ ટ્રાફિકનું ભારણ ઘટાડશે

    5 days ago

    ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. વાહનચાલકોને સિગ્નલ પર લાંબો સમય ઊભા ન રહેવું પડે અને ઇંધણની બચત થાય તે હેતુથી પોલીસે રસ્તાની ડિઝાઇનમાં ફેરફારનો ‘માસ્ટર પ્લાન’ ઘડી કાઢ્યો છે. ગ્રાઉન્ડ લેવલના અભ્યાસ બાદ રસ્તાઓને 4 અલગ-અલગ કેટેગરીમાં વહેંચીને 10 જંક્શનની ડિઝાઇનમાં પ્રાયોગિક ધોરણે ફેરફાર કરાયા હતા. પ્રયોગ સફળ રહ્યો છે અને ટ્રાફિક જામના કોલમાં ઘટાડો થયો છે.પૂર્વમાં મળેલી સફળતા બાદ હવે પોલીસ પશ્ચિમ વિસ્તારના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પેલેડિયમ મોલ પર ટ્રાફિકનો અભ્યાસ ચાલી રહ્યો છે એ પછી ત્યાં પણ ફેરફાર કરાશે. આ 4 કેટેગરીના આધારે રસ્તાની ડિઝાઈનમાં ફેરફાર કરાશે ૧1 સર્ક્યુલર રૂટ : મુખ્ય ચાર રસ્તાની વચ્ચે બેરિકેડ મૂકીને સીધો રસ્તો બંધ કરાય છે. વાહનોને ડાબી બાજુ વળીને 200 મીટર દૂરથી યુ-ટર્ન (કટ) આપવામાં આવે છે, જેથી સિગ્નલની જરૂર જ ન પડે. (દા.ત. પીરાણા, કમોડ સર્કલ, હાટકેશ્વર-સ્વસ્તિક ચાર રસ્તા, હાથીજણ) 2 ટી-જંક્શન : જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય, ત્યાં 200 મીટર પહેલા જ વાહનોને વાળવા માટે એક નવો વૈકલ્પિક રૂટ (ડાઈવર્ઝન) બનાવાય છે. (દા.ત. સીટીએમ ઝીરો પોઈન્ટ, ઇન્દિરા બ્રિજ સર્કલ) 3 સર્કલ ડેવલપમેન્ટ : જે જંક્શન નાના છે અને વાહનોનું ભારણ વધુ છે, તેવા સર્કલને મોટા બનાવાય છે, જેથી વાહનો સરળતાથી ફરી શકે. (દા.ત. એરપોર્ટ સર્કલ) 4 ફ્રી લેફ્ટ ટર્ન : માત્ર ડાબી બાજુ વળવા માંગતા નચાલકોને સિગ્નલ પર ઊભા ન રહેવું પડે તે માટે ડાબી બાજુએ (ફ્રી) લેન બનાવાઈ છે. (દા.ત. નારોલ સર્કલ) ગ્રાઉન્ડ રિયાલિટીના આધારે નવી ડિઝાઈન શહેરમાં ટ્રાફિક જામ રોકવા ગ્રાઉન્ડ રિયાલિટીના આધારે નવી ડિઝાઈન તૈયાર કરાઈ છે, જેથી વાહનચાલકોનો સમય અને ઈંધણ બચે. 10 જંક્શન પર આ પ્રયોગ સફળ રહેતા હવે મધર ડેરી, પેલેડિયમ મોલ સહિતના માર્ગોને ટ્રાફિકમુક્ત કરવા માટે રસ્તાની ડિઝાઇનમાં ફેરફાર કરવાનું અભિયાન હાથ ધરાશે - નરેશ કણઝરિયા, ટ્રાફિક ડીસીપી
    Click here to Read More
    Previous Article
    મોડી રાત સુધી પેટ્રોલ માટે ધસારો:બીજા દિવસે અડધાથી વધુ પેટ્રોલ પંપ બંધ રહ્યા, લાઇનો યથાવત્, ગોધાવીની સ્કૂલે ત્રણ દિવસની રજા જાહેર કરી
    Next Article
    સિટી એન્કર:વિદાયમાં પણ ઉજાસ : 1912 દિવસમાં સિવિલને 1 હજાર અંગોનું દાન મળ્યું, 745 દર્દીને નવજીવન મળ્યું, દર બે દિવસે સરેરાશ 1 અંગ મળે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment