Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડી રાત સુધી પેટ્રોલ માટે ધસારો:બીજા દિવસે અડધાથી વધુ પેટ્રોલ પંપ બંધ રહ્યા, લાઇનો યથાવત્, ગોધાવીની સ્કૂલે ત્રણ દિવસની રજા જાહેર કરી

    5 days ago

    શહેરના પેટ્રોલ પંપો પર બીજા દિવસે પણ લાઇનો લાગી હતી. જોકે શહેરમાં આવેલા 210 પેટ્રોલ પંપોમાંથી 60 ટકા બંધ રહ્યા હતા. શહેરના શ્યામલ ચાર રસ્તા, શિવરંજની, વસ્ત્રાપુરમાં માનસી ચાર રસ્તા, પાલડી, પ્રહલાદનગર રોડ, આશ્રમ રોડ, કાંકરિયા, મણિનગર સહિતના ઘણા વિસ્તારોમાં પેટ્રોલ પંપો બંધ રહ્યા હતા. કેટલાક પેટ્રોલ પંપો પર વેચાણ યથાવત્ હતું. તો કેટલાક પેટ્રોલ પંપો પેટ્રોલ માત્ર કેશમાં જ વેચી રહ્યા હતા. મંગળવારે મોડી રાત સુધી પેટ્રોલ ભરાવવા લોકોને ધસારો રહ્યો હતો. બીજી તરફ ફ્યૂઅલ ક્રાઇસીસની અફવાની અસર શિક્ષણ ક્ષેત્ર પર પણ થઈ છે. ગોધાવીમાં આવેલી એસએસઆર વીએમ સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને મેસેજ મોકલી આગામી ત્રણ દિવસ સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વાલીઓને 27 માર્ચે જરૂરી કામ માટે સ્કૂલે આવવા સૂચના અપાઈ છે. ‘લોકો પેનિકમાં આવી ખરીદી કરી રહ્યા હોવાથી સ્થિત અસ્થિર બની’ અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર પટેલે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે, પરંતુ લોકો ખોટી રીતે વધુ ખરીદી કરી રહ્યા છે. લાંબી લાઇનોને કારણે પરિસ્થિતિ અસ્થિર બની છે. જોકે તેમને 210માંથી 60 ટકા પંપ કેમ બંધ રહ્યા તે અંગે પૂછતાં તેઓ જવાબ આપી શક્યા ન હતા.
    Click here to Read More
    Previous Article
    સમસ્યા:ટેક્સી સર્વિસમાં દૂરની ટ્રિપો બંધ, લોકલમાં પણ ટ્રિપ ઘટી
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:જંક્શનની ડિઝાઈનમાં ફેરફાર કરીને ચાર મોડેલથી પોલીસ ટ્રાફિકનું ભારણ ઘટાડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment