Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવાર શોકમાં:આંબેડકરનગરમાં યુવાને ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

    5 days ago

    શહેરના કાલાવડ રોડ નજીક જડ્ડુસ હોટેલ સામે આવેલ આંબેડકરનગર વિસ્તારમાં ગત રાત્રે એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો હતો. અહીં રહેતા 32 વર્ષીય જીતેશભાઈ દાફડાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, જીતેશભાઈ દેવજીભાઈ દાફડા ગત રાત્રે અંદાજે 8 વાગ્યાના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનોએ તાત્કાલિક તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, જીતેશભાઈ કડિયા કામ કરતા હતા અને બે ભાઈ તથા બે બહેનમાં બીજા નંબરના હતા. પ્રાથમિક તારણ મુજબ માનસિક તણાવ કે બીમારીના કારણે તેમણે આ ચરમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં બે અલગ બનાવોમાં ઝેરી પદાર્થ પીવાના કિસ્સા આંબેડકરનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ આંબાભાઈ લખિયા (ઉ.વ.52)એ ગત બપોરે માલવિયાનગર પોલીસ સ્ટેશન નજીક એસિડ ગટગટાવ્યું હતું. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બીજા બનાવમાં, જિલ્લા ગાર્ડન ચોક વિસ્તારમાં રહેતા કુણાલ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.20)એ ગત રાત્રે પોતાના ઘર પાસે ફિનાઈલ પી લીધું હતું. તેમને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ફૂટ પેટ્રોલિંગ:પોલીસે રામ નવમીની શોભાયાત્રાનો સંવેદનશીલ વિસ્તારનો રૂટ બદલી નાખતાં આયોજકો લાલઘૂમ
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:દોઢ દિવસમાં 300થી વધુ ઇલેક્ટ્રિક વાહનનાં બુકિંગ, ઇન્કવાયરી વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment