Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂટ પેટ્રોલિંગ:પોલીસે રામ નવમીની શોભાયાત્રાનો સંવેદનશીલ વિસ્તારનો રૂટ બદલી નાખતાં આયોજકો લાલઘૂમ

    5 days ago

    રામનવમીની 23 શોભાયાત્રાઓ સહિત તહેવારોને પગલે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. અગાઉ શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બની હોવાથી પોલીસ એક્શન મોડમાં છે. પોલીસે મંગળવારે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું. બેઠકમાં સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, તમામ ડીસીપી, VMC, MGVCL, ફાયર વિભાગ અને 108ના પ્રતિનિધિ હતા. શહેરના 30થી વધુ મુસ્લિમ અગ્રણી સાથે પણ બેઠક યોજી હતી. રૂટ પર સીસીટીવી, ડ્રોન, પેટ્રોલિંગથી નજર રખાશે. રામનવમી, હનુમાન જયંતિ, મહાવીર જયંતિ અને ગુડ ફ્રાઇડે સાથે આવી રહ્યાં છે. શોભાયાત્રામાં 6 ડીસીપી, 10 એસીપી, 50 પીઆઇ, 120 પીએસઆઇ, 2100 પોલીસ જવાન, 3 કંપની એસઆરપી, 1 કંપની એસએએફ અને 700 હોમ ગાર્ડ હશે. અગાઉ રામ શોભાયાત્રા પર ફતેપુરામાં પથ્થરમારાને પગલે ગયા વર્ષે આ રૂટની મંજૂરી અપાઇ ન હતી. હરણી પંચમુખી હનુમાન મંદિરેની યાત્રાના રૂટની મંજૂરી ન આપતાં હિન્દુ સંગઠનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. પોલીસે રૂટ બદલ્યો તો આયોજકે કહ્યું, હિન્દુસ્તાન છે કે પાકિસ્તાન? હરણી પંચમુખી હનુમાન મંદિરેથી સંગમ ચાર રસ્તા, ફતેપુરા, ભાંડવાડા, હાથીખાના રસ્તે શોભાયાત્રા માટે કલ્પેશ જોશીએ મંજૂરી માંગી હતી. પીઆઇએ આપી ન હતી. આયોજકોએ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી કે, ગત વર્ષે ચૂંટણી હોવાથી મંજૂરી ન આપી, આ વર્ષે આપો. પરંતુ રૂટ બદલી મંજૂરી આપી છે. રક્ષણ તેમજ પોલીસ બંદોબસ્ત આપી યાત્રાની અગાઉના રૂટ પર જ મંજૂરી આપવી જોઈએ તેમ જણાવી કલ્પેશ જોષીએ ઉમેર્યું કે, રામના દેશમાં શોભાયાત્રાના રૂટની મંજૂરી મળતી નથી, હિન્દુસ્તાન છે કે પાકિસ્તાન? અગાઉના રૂટ જ મંજૂર થાય તે માટે આયોજકોએ કમર કસવા માંડી હરણી પંચમુખી હનુમાનથી નીકળતી યાત્રા ભાંડવાડા ફતેપુરાથી કારેલીબાગ પોલીસ સ્ટેશન, હાથીખાના, જીવનભારતી સ્કૂલ થઈ મુક્તાનંદ, એલ એન્ડ ટી સર્કલ, ગદા સર્કલ નીકળતી હતી. પરંતુ પોલીસે રૂટ બદલી એલએન્ડટીથી શરૂ કરી મંદિરે પૂર્ણ કરવા ફરજ પાડી છે. આયોજક કલ્પેશ જોશીએ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી છે.
    Click here to Read More
    Previous Article
    હિપોને પાંજરામાં દર્શન માટે મુકાયો:કમાટીબાગમાં નર હિપો ‘ભીમ’નું આગમન, માદા હિપો ડિમ્પીને જૂનાગઢ ઝૂમાં મોકલશે
    Next Article
    પરિવાર શોકમાં:આંબેડકરનગરમાં યુવાને ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment