Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં જાહેરમાં જજ અને વકીલ બાખડ્યા:કોર્ટ સંકુલમાં વિજય સરઘસમાં ઘોંઘાટ થતાં જજ દોડી આવ્યા, વકિલે કહ્યું- 'મિસ્ટર... તમે તમારી ખુરશી સંભાળો...'

    3 days ago

    ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ એડવોકેટના સ્વાગત દરમિયાન ઢોલ નગારા વગાડવા મુદ્દે જજ અને એડવોકેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કોર્ટ સંકુલમાં ગરમાવો વ્યાપી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થયો છે. શું છે સમગ્ર મામલો? ગુજરાત બાર એસોસિએશનના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનું આજે ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમર્થકો અને વકીલો દ્વારા વિજેતા ઉમેદવારના માનમાં ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી, આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચતા જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટની મર્યાદા અને શાંતિ જાળવવાના મુદ્દે જજ અને વકીલ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો અને માથાકૂટના દૃશ્યો ઉપસ્થિત લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. વકીલની જજ સામે જ ઉગ્ર રજૂઆત ભલે થાય, જે થાય એ કરી લેવાનું... મિસ્ટર... તમે તમારી ખુરશી સંભાળો... એ વગાડ... સાહેબ તમે કોણ છો... ઓ ડિસ્ટ્રીક્ટ જજ સાહેબ તમે ડિસ્ટ્રીક્ટ જજ છો ત્યાં જઈને બેઠા ઓર્ડર કરો... એ વગાડ... હું બેઠો છું... વગાડ... વગાડ...
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આગની વધુ એક ઘટના:જીવરાજ પાર્કનાં નંદનહિલ્સ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભીષણ આગ, ધુમાડામાં ફંસાયેલા 10થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું
    Next Article
    પેથાપુરમાં અંબાજી માતાના મંદિરે ભક્તિ-શક્તિનો અનોખો સંગમ રચાશે:વિજય સુંવાળાના ગરબાની રમઝટ સાથે રામકથા, ગાંધીનગર મનપાનું આવતીકાલે વિશેષ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment