Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેથાપુરમાં અંબાજી માતાના મંદિરે ભક્તિ-શક્તિનો અનોખો સંગમ રચાશે:વિજય સુંવાળાના ગરબાની રમઝટ સાથે રામકથા, ગાંધીનગર મનપાનું આવતીકાલે વિશેષ આયોજન

    3 days ago

    ગાંધીનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા સમાન પેથાપુર ખાતે વર્ષો જૂની ગરબાની પરંપરાને આ વર્ષે નવી ઊંચાઈએ લઈ જવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કમર કસવામાં આવી છે. ચૈત્ર સુદ આઠમના પવિત્ર પર્વે અંબાજી માતાના મંદિરે યોજાતા પરંપરાગત ગરબાના મહોત્સવને વધુ ભવ્ય બનાવવા માટે આવતીકાલે તારીખ 25 માર્ચના રોજ પેથાપુર બસ સ્ટેન્ડ ખાતે એક વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં જાણીતા લોકગાયક વિજય સુંવાળા સુરતાલની રમઝટ બોલાવી ખેલૈયાઓને ડોલાવશે. LED વિઝ્યુઅલ અને નૃત્ય નાટિકાથી શ્રી રામની જન્મકથા મહાનગર પાલિકા દ્વારા આ વર્ષે કાર્યક્રમમાં આધુનિકતાનો સ્પર્શ આપવામાં આવ્યો છે. આ લોકઉત્સવનો પ્રારંભ બાળકો દ્વારા રજૂ કરવામાં આવનારી ઇન્સ્ટ્રુમેન્ટલ ભજન સંધ્યાથી થશે. ત્યારબાદ, LED વિઝ્યુઅલ અને નૃત્ય નાટિકાના માધ્યમથી ભગવાન શ્રી રામની જન્મકથા રજૂ કરવામાં આવશે. જે શ્રોતાઓ માટે એક નવું આકર્ષણ બની રહેશે. વિજય સુંવાળા ગરબાની રમઝટ બોલાવશે આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે ગુજરાતના લોકગાયક વિજય સુંવાળા પરંપરાગત ગરબાની પ્રસ્તુતિ કરશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ વર્ષ 2026 અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ પેથાપુરની પ્રાચીન પરંપરાને આધુનિક ઓપ આપશે. સમગ્ર પેથાપુર વિસ્તારને અદભૂત રોશનીથી શણગારવામાં આવ્યો ત્યારે ચૈત્ર સુદ આઠમના ગરબા બાદ બીજા દિવસે રામનવમી નિમિત્તે પેથાપુરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતું હોય છે. આ બંને પર્વોને ધ્યાનમાં રાખીને સમગ્ર પેથાપુર વિસ્તારને અદભૂત રોશનીથી શણગારવામાં આવ્યો છે. વિજય સુંવાળાની લોકપ્રિયતાને જોતા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતા છે. આથી મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા, બેઠક અને પાર્કિંગ વ્યવસ્થા માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. લોકોને ઉમટી પડવા માટે કોર્પોરેશનનું આમંત્રણ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ ભવ્ય લોકઉત્સવમાં ગાંધીનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને ઉમટી પડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉત્સવ માત્ર મનોરંજન નહીં પરંતુ પેથાપુરની ભવ્ય વિરાસતને ઉજવવાનો એક અવસર બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં જાહેરમાં જજ અને વકીલ બાખડ્યા:કોર્ટ સંકુલમાં વિજય સરઘસમાં ઘોંઘાટ થતાં જજ દોડી આવ્યા, વકિલે કહ્યું- 'મિસ્ટર... તમે તમારી ખુરશી સંભાળો...'
    Next Article
    "Ensuring Strait of Hormuz Remains Open Is Essential": PM After Trump Call

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment