Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ અભિયાન:કચરાવર્ગીકરણ, પ્લાસ્ટિક પ્રતિબંધ વિશે વેપારીઓ સાથે સંવાદ કરી માર્ગદર્શન અપાયું

    4 days ago

    પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગે શહેરને સ્વચ્છ બનાવવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન કચરાના સ્તરે જ અલગકરણ (સોર્સ સેગ્રીગેશન) અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે છે. 24 માર્ચ, 2026ના રોજ વોર્ડ નં. 2 અને 3માં વેપારીઓ તથા નાગરિકો સાથે સંવાદ કરી માર્ગદર્શન અપાયું હતું. અભિયાન અંતર્ગત નાગરિકોને ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની પદ્ધતિ સમજાવવામાં આવી હતી. તેમને ઘરેથી નીકળતો કચરો મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા ગાડીમાં જ આપવા અપીલ કરાઈ હતી. આ ઉપરાંત, સિંગલ યુઝ પ્લાસ્ટિકના પર્યાવરણ પર થતા પ્રતિકૂળ પ્રભાવો વિશે જાણકારી આપી તેનો ઉપયોગ બંધ કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. અઠવાડિયા દરમિયાન શહેરના માર્કેટ વિસ્તારોમાં IEC (Information, Education Communication) પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં વેપારીઓ સાથે વેસ્ટ મેનેજમેન્ટ અંગે ચર્ચા, ઓટોરિક્ષા દ્વારા માઇકિંગ, દીવાલ પર ચિત્રો દ્વારા સ્વચ્છતા સંદેશા અને માર્કેટ લેવલ પર સમીક્ષા બેઠકોનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં સેનિટેશન વિભાગના સિટી મેનેજર (આઈ.ટી.) અશ્વિન વઢીયા અને તેમની ટીમ, તેમજ સંબંધિત વોર્ડના સેનીટેશન સબ ઈન્સ્પેક્ટર અને સુપરવાઈઝરો સક્રિય રહ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકાએ શહેરને "સ્વચ્છ અને હરિત પોરબંદર" બનાવવાના લક્ષ્ય સાથે નાગરિકોને કચરાનું યોગ્ય વિભાજન કરી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મહાનગરપાલિકાનો મોટો નિર્ણય:શહેરમાં આગામી 4 અઠવાડિયા રાત્રિના પણ ગેસ પાઇપલાઇન નાખવાની છૂટ, 24 કલાકમાં મળશે મંજૂરી
    Next Article
    બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટમાં કાર્યવાહી:ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ, 7 એપ્રિલે સુનાવણી; ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment